પ્રિયંકાનાં ભાવિ સસરાની કંપનીએ અમેરિકામાં નાદારી નોંધાવી હોવાનો અહેવાલ

ન્યુ યોર્ક – બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ જેની સાથે હાલમાં જ સગાઈ કરી છે તે અમેરિકાના જાણીતા સિંગર નિક જોનાસના પિતા પૌલ જોનાસ અમેરિકામાં કન્ટ્રક્શન અને રીયલ એસ્ટેટના ઉદ્યોગપતિ છે, પરંતુ એ ખૂબ આર્થિક ભીંસમાં આવી ગયા છે.

અહેવાલો અનુસાર, પ્રિયંકાનાં ભાવિ સસરા પૌલ જોનાસની ન્યૂ જર્સી સ્થિત કંપનીએ નાદારી માટેની અરજી નોંધાવી દીધી છે. એમની કંપની પર 10 લાખ ડોલર (આશરે 7 કરોડ રૂપિયા)નું દેવું પાકી ગયું છે.

આ દેવામાં એક કેસ પાછળ થયેલા 2,68,000 ડોલરના ખર્ચનો સમાવેશ થાય છે. એ કેસ પૌલ જોનાસની કંપની હારી ગઈ હતી. એ ખર્ચને પહોંચી વળવા માટે જોનાસ સિનિયર કંપનીની અમુક પ્રોપર્ટી વેચી દેવાનું વિચારે છે.

પૌલ તથા એમના પત્ની ડેનિઝ મિલર-જોનાસ હાલમાં જ એમનાં પુત્ર નિક સાથે ભારત આવ્યાં હતાં અને નિક તથા પ્રિયંકાની સગાઈનો પ્રસંગ ઉજવ્યો હતો.

નિક અમેરિકામાં સિંગર છે. એને બીજા બે ભાઈ છે – જો અને કેવિન. નિક પાસે બે કરોડ 50 લાખ ડોલરની સંપત્તિ છે. તો જો પાસે 1 કરોડ 80 લાખ ડોલર અને કેવિન પાસે બે કરોડ ડોલરની સંપત્તિ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]