બ્રાઉન રાઈસ હેલ્ધી હોવાના ગુણગાન પોકળ, શુગરફ્રીનો દાવો પણ ખોટો જણાયો

નવી દિલ્હીઃ અનપોલિશ્ડ માનવામાં આવતાં મોંઘા અને પેકેજ્ડ બ્રાઉન રાઈસ હકીકતમાં સફેદ હોઈ શકે છે અને ખૂબ પોલીસ કરેલાં પણ.  કથિત રીતે ડાયાબીટિક ફ્રેન્ડલી એટલે શુગરના દર્દીઓ માટે સારી ગણાતી વેરાઈટી પણ ઉકાળેલા ચોખા છે. મદ્રાસ ડાયાબીટિક રિસર્ચ ફાઉન્ડેશનના ફૂડ સાઈન્ટિસ્ટોએ સુપર માર્કેટના 15 પ્રકારના હેલ્ધી ચોખાનો ટેસ્ટ કર્યો. ટેસ્ટના પરિણામો ચોંકાવનારા હતાં. મોટાભાગના મામલાઓમાં પેકેટ પર જે દાવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો તે હકીકતમાં ક્યાંકને ક્યાંક ખોટા જણાઈ આવ્યાં હતાં.

MDRF ની ફૂડ એન્ડ ન્યૂટ્રિશન રિસર્ચ સાઈન્ટિસ્ટ સુધા વાસુદેવન તાજેતરમાં જ જર્નલ ઓફ ડાયાબીટોલોજીમાં પ્રકાશિત એક સ્ટડીની સહલેખિકા છે. તેમણે જણાવ્યું કે અમારી પાસે મોટી સંખ્યામાં ડાયબીટિક દર્દીઓ ચોખાની નવી વેરાઈટીઝ સાથે આવી રહ્યાં છે, જેમના વિશે ઝીરો કોલસ્ટ્રોલ અને શુગરફ્રી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે અમે નિર્ણય કર્યો છે કે આવા લોકપ્રિય ચોખાઓમાંથી 15ની તપાસ કરવામાં આવે.

સૌથી ચોંકાવનારુ પરિણામ બ્રાઉન રાઈસની એક બ્રાન્ડનું રહ્યું. આ બ્રાન્ડનો દાવો હતો કે ગ્લિસેમિક ઈન્ડેક્સ માત્ર 8.6 છે. વાસુદેવન જણાવે છે કે ઈન્ટરનેશનલ GI ટેબલમાં કોઈ ચોખામાં આટલા ઓછા GI નો આજસુધી કોઈ ઉલ્લેખ થઈ શક્યો નથી. ચોખામાં નિમ્નતમ GI આશરે 40ની આજુબાજુ મળી આવ્યો છે.

હકીકતમાં GI કોઈ ખાદ્ય પદાર્થમાં કાર્બોહાઈડ્રેડનું સ્તર બતાવે છે. કાર્બોહાઈડ્રેટથી લોહીમાં ગ્લૂકોઝનું સ્તર પ્રભાવિત થાય છે. ઓછા GI વાળા ખાદ્યપદાર્થો તબિયત માટે સારા માનવામાં આવે છે. 55 થી નીચે GI ને ઓછા માનવામાં આવે છે. 44-49 ને મધ્યમ અને 70 થી ઉપરને ઉચ્ચ માનવામાં આવે છે. ઓછા GI વાળા ખાદ્યપદાર્થો ન માત્ર બ્લડ શુગર ઘટાડે છે, પરંતુ હ્યદય સાથે જોડાયેલી બીમારીઓ અને ટાઈપ 2 ડાયાબીટીઝનું સંકટ પણ કમ કરે છે. દાળ અને શાકભાજીમાં ઓછું GI હોય છે, જ્યારે અનાજમાં GI નું સ્તર સામાન્ય રીતે મધ્યમ હોય છે.

સ્ટડીના એક અન્ય કો-ઓથર MDRF ની ફૂડ સાઈન્ટિસ્ટ શોભના ષણમુગમે જણાવ્યું કે તપાસમાં ચોખા અડધા ઉકાળેલા બ્રાઉન રાઈસ જણાઈ આવ્યાં છે. આ ચોખા અનપોલિશ્ડ નહોતાં. અડધા ઉકાળેલા હોવાના કારણે તેમનો કલર બ્રાઉન હતો. રાંધતાં સમયે આ ચોખા વધારે પાણી સૂકવે છે, જેનાથી તેમનામાં સ્ટાર્ચનું સ્તર વધી જાય છે. પરિણામે GI નું સ્તર પણ વધી જાય છે.

વાસુદેવને કહ્યું કે એ સમજવાની જરુર છે કે તમામ બ્રાઉન રાઈસમાં GI ઓછું હોય છે, તેવું માનવું જરુરી નથી. તેમણે જણાવ્યું કે એક ખોટી ધારણા છે કે હાથથી લણવામાં આવેલા ચોખા આરોગ્યપ્રદ હોય છે, પરંતુ તપાસમાં સામે આવ્યું છે કે આમાં પણ સંભવતઃ પોલિશ્ડ રાઈસ જેટલું GI  છે. વાસુદેવને જણાવ્યું કે બ્રાઉન રાઈસમાં ખૂબ ફેટ હોય છે અને આને રાંધવા થોડા મુશ્કેલ છે. આ જ કારણ છે કે ભારતીય આ પ્રકારના ચોખાને લાંબા સમય સુધી રાંધે છે. બ્રાઉન રાઈસમાં ખૂબ પાણી નાંખી દે છે, તેના કારણે બ્રાન લેયર તૂટી જાય છે. MDRF ની સલાહ છે કે બ્રાઉન રાઈસને રાંધતા સમયે ચોખા અને પાણીનું મીશ્રણ  1:3 ની જગ્યાએ 1:1.5 રાખવું જોઈએ.