NRI ને નહીં મળે PPF-NSC યોજનાનો લાભ..બદલાયો નિયમ

નવી દિલ્હી– પોસ્ટ ઓફિસ સેવિંગ્ઝ સ્કીમ્સના નિયમોમાં ભારત સરકારે ફેરફાર કર્યો છે. જેમાં નેશનલ સેવિંગ્ઝ સર્ટિફિકેટ-NSC અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ-PPF યોજનાઓ પર અસર પડશે.

કોઇ વ્યકિત પોતાનો રાષ્ટ્રીય દરજ્જો બદલી એનઆરઆઈ થઇ જાય છે તો પીપીએપ અને એનએસસી, આ બંને પાકે એ પહેલાં ખાતું બંધ કરી દેવામાં આવશે. આ યોજનાઓનો લાભ હવે એનઆરઆઈ ઉઠાવી શકશે નહીં.

આ ફેરફાર પીપીએફ યોજના 1968માં કરાયો છે. બહાર પડાયેલ જાહેરનામાં મુજબ એનઆરઆઇ બનતાં જ તત્કાલ પ્રભાવથી એનએસસી અને પીપીએફ ખાતાં બંધ કરાશે, જોકે ખાતાંધારકને ખાતું બંધ થવાની તારીખ સુધીનું વ્યાજ મળશે.

પોસ્ટ ઓફિસ દ્વારા ચાલતી યોજનાઓમાં આ બંને યોજનાઓ ઉપરાંત માસિક આવક યોજના અને અન્ય સમય સીમામાં જમાની યોજનાઓ છે જે એનઆરઆઈ લોકો માટે નથી. ઉલ્લેખનીય છે કે ગત માસમાં સરકારે વ્યાજદર બદલાવની હિલચાલ સામે વ્યાપક વિરોધને લઇને ઓક્ટોબર-ડીસેમ્બર માસ માટે પીપીએફ વ્યાજદર બદલ્યાં વિના 7.8 ટકા યથાવત રાખ્યો હતો.