PNB કૌભાંડઃ CBIએ દાખલ કરી ત્રણ દિવસમાં બીજી ચાર્જશીટ

નવી દિલ્હી– નીરવ મોદીએ પીએનબી સાથે કરેલા ફ્રોડના કેસમાં સીબીઆઈએ ત્રીજી સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં મેહૂલ ચોક્સીનું નામ શામેલ કર્યું છે. સીબીઆઈએ આરોપ મૂક્યો છે કે પીએનબીના ગોકુલનાથ શેટ્ટીએ ગેરરીતિ કરીને એસઓયુ આફીને મેહૂલ ચોક્સીની કંપની પાસેથી રુપિયા 1 કરોડ મેળવ્યાં હતાં.

13,000 કરોડના આ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા ત્રણ દિવસમાં આ બીજી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં ચોક્સી ફરકાંત અન્ય 17 નામનો ઉલ્લેખ છે. સીબીઆઇની પહેલી ચાર્જળીટમાં મુખ્ય આપી નીરવ મોદી તેના ભાઇ નિશાલ મોદી અન તેની કંપનીના એક્ઝિક્યૂટિવ સુભાષ પરબની ભૂમિકાનો ઉલ્લેખ છે.

સીબીઆઈ દ્વારા મૂકાયેલી ચાર્જશીટમાં આરોપીઓ પર આપરાધિક ષ્ડયંત્ર, છેતરપિંડી, અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જોગવાઇઓ હેઠળ આરોપ લગાવવામાં આવ્યાં છે.