પીએનબીની મુંબઈ બ્રાન્ચ સીલ કરી

મુંબઈ- આશરે 11400 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળામાં તપાસ એજન્સી સીબીઆઈએ પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. સીબીઆઈએ પીએનબીની બ્રૈડી બ્રાંચને સીલ કરી દીધી છે. આ જ બ્રાંચમાં ગોટાળો થયો હતો. તો બીજીબાજુ પીએનબી ગોટાળામાં પીએનબીના અધિકારી દિલ્હીમાં સીવીસીની ઓફિસ પર પહોંચ્યા હતાં. આ મામલે નીરવ મોદીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર વિપુલ અંબાણી સીબીઆઈ સમક્ષ હાજર થયા હતા. તપાસ એજંસીએ તેમની પૂછપરછ કરી હતી. નીરવ અને મેહુલ સાથે જોડાયેલી 200થી વધારે ગેરકાયદે કંપનીઓ તપાસના રડારમાં છે. આનો ઉપયોગ ગોટાળાની રકમના રુટિંગ માટે કરવામાં આવતો હતો.સીવીસીની ઓફિસ પહોંચ્યા પીએનબીના અધિકારી

પીએનબી ગોટાળા મામલે પંજાબ નેશનલ બેંકના અધિકારી આજે સીવીસીની ઓફિસ પહોંચ્યા હતા. સીવીસીએ નાણા મંત્રાલયના અધિકારીઓ અને પીએનબીના મેનેજમેન્ટને હુકમ કર્યો હતો. સીવીસીએ પીએનબી ગોટાળાને લઈને આ વિભાગોના અધિકારીઓને હાજર થવા માટે જણાવ્યું હતું. સીવીસીએ અધિકારીઓને 19 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. ત્યારે આ તમામ ક્રમ વચ્ચે એવી પણ માહિતી સામે આવી છે કે પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીનો કેસ એડવોકેટ વિજય અગ્રવાલ લડશે. અગ્રવાલ રજી સ્પેક્ટ્રમ મામલે ઘણા આરોપીઓ તરફથી કેસ લડી ચૂક્યા છે.

નીરવ મોદીના સીએફઓ વિપુલ અંબાણીની પૂછપરછ  

પ્રાપ્ત માહિતી અનુસાર નીરવ મોદીના સીએફઓ વિપુલ અંબાણીની સીબીઆઈએ પુછપરછ કરી છે. વિપુલ રિલાયંસ ઈંડસ્ટ્રીના પ્રમુખ મુકેશ અંબાણીના પિતરાઈ ભાઈ છે. સીબીઆઈ ગીતાંજલિ સમૂહની 18 સહાયક કંપનીઓની બેલેંસ શીટ પણ તપાસી રહી છે. સીબીઆઈએ આના સિવાય પીએનબીના સસ્પેંડ કરવામાં આવેલા 10 કર્મચારીઓની પણ પુછપરછ કરી હતી. સીબીઆઈને પીએનબીમાં 11 હજાર 394 કરોડ રૂપીયાના ગોટાળાની રકમ વધારે હોવાની આશંકા છે. તપાસ એંજંસીએ તમામ બેંકો પાસેથી તેમના ત્યાં એલઓયુમાં થયેલી ગફલતોનો રિપોર્ટ માંગ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઘણા એલઓયૂ મે 2018માં મેચ્યોર થશે. ત્યારે આવામાં ગોટાળાની રકમ 11 હજાર 394 કરોડ રૂપીયાથી ક્યાંય વધારે હોવાની શક્યતાઓ છે.

5 બેંકોની વિદેશી બ્રાંચ પર આશંકા

એસબીઆઈ, અલાહબાદ બેંક, યૂનિનયન બેંક, યૂકો અને એક્સિસ બેંકની હોંગકોંગ બ્રાંચના ઓફિસર પણ તપાસના દાયરામાં આવી ગયા છે. અહીંયાથી જ પીએનબીના ફ્રોડ એલઓયુ પર નીરવ અને મેહુલની કંપનીઓને રજીસ્ટર કરવામાં આવી હતી. જેમ્સ સેક્ટરમાં એલઓયુની સમય મર્યાદા 90 દિવસની છે. પરંતુ પીએનબી પાસેથી 365 દિવસ માટે જાહેર થયા. અન્ય બેંકોના અધિકારીએ જો ધ્યાન આપ્યું હોત તો આ ગોટળો પહેલા જ પકડાઈ જાત. હોંગકોંગમાં 11 ભારતીય બેંકોની બ્રાંચ છે. અત્યાર સુધી એસબીઆઈએ 1,357 કરોડ, યૂનિયન બેંકે 1,920, યૂકો બેંકે 2,635 અને અલાહબાદ બેંકે 2 હજાર કરોડ રૂપીયા ફસાયેલા હોવાની જાણકારી આપી છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]