ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કને 21 ઓગષ્ટે પીએમ મોદી કરશે લોન્ચ

નવી દિલ્હીઃ ઈંડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના લોન્ચિંગની જાહેરાત કરી દેવામાં આવી છે. આ મહીને 21 ઓગષ્ટના રોજ વડાપ્રધાન મોદી આને લોન્ચ કરશે.

વડાપ્રધાન મોદી આઈપીપીબીને લોન્ચ કરશે ત્યારબાદ આની 650 જેટલી બ્રાંચમાં કામ શરૂ થઈ જશે. દેશના દરેક જિલ્લામાં આ બેંકની ઓછામાં ઓછી એક બ્રાંચ ચોક્કસ હશે. આ બ્રાંચ દ્વારા આઈપીપીબી પોતાની બેંકિંગ સેવાઓ ગ્રામીણ અને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડશે.

બેંકની બ્રાંચ સીવાય દેશમાં સ્થિત 1.55 લાખ પોસ્ટ ઓફિસમાંથી પણ બેંકિંગની સેવાઓ ઉપ્લબ્ધ
થશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષના અંત સુધીમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસ બ્રાંચોને આઈપીપીબી સાથે જોડવાની કામગીરી કરવામાં આવશે.

ઈંડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ગ્રાહકોને અન્ય બેંકની જેમજ સુવિધાઓ પ્રાપ્ત થશે. આમાં ફંડ અને ટ્રાંસફર તેમજ બચત ખાતુ ખોલાવવા સહિત અન્ય ઘણી સેવાઓ મળે છે. આઈપીબીબી પોતાના ગ્રાહકોને ડિજિટલ સેવાઓ ઉપ્લબ્ધ કરાવવાની સાથે ગ્રામીણ બેંકિંગ પર પણ ફોકસ કરશે.

આ બેંકમાં ત્રણ પ્રકારના બચત ખાતા ખોલાવી શકાશે. આ ખાતાઓમાં કોઈપણ પ્રકારે મિનિમમ બેલેન્સ રાખવાની શરત નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]