ગગડતા રુપિયાને લઈને ચિંતામાં સરકાર, પીએમ બોલાવી શકે છે સમીક્ષા બેઠક

નવી દિલ્હીઃ રુપિયાના મુલ્યમાં સતત ઘટાડો ચિંતાનું કારણ બની ગયું છે. આ સપ્તાહના અંત સુધીમાં વડાપ્રધાન ઈકોનોમિક રિવ્યૂ મીટિંગ બોલાવી શકે છે જેનાથી રુપિયાને સંભાળવા માટેના પગલા ભરી શકાય. પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર ઓઈલની કીંમતોમાં વૃદ્ધિને લઈને પણ જાહેરાત કરી શકે છે.

વર્તમાન સમયમાં ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને લઈને રુપિયો સતત નબળો પડી રહ્યો છે. નાણાકિય વર્ષના આ ત્રિમાસીક ગાળામાં જીડીપીના 2.4 ટકા જેટલી ખોટ થઈ છે. મૂડીઝના રિપોર્ટમાં કહેવાયું છે કે નાણાકિય વર્ષ 19માં ભારતનો સીએડી જીડીપીના મુકાબલે 2.5 બની જશે.

આ વર્ષે રુપિયો 12 ટકા જેટલો ગગડી ગયો છે અને આ એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સી છે. આ પહેલા કેટલાક રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે સરકાર આરબીઆઈ સાથે મળીને એનઆરઆઈ માટે ડિપોઝિટ સ્કીમની જાહેરાત કરી શકે છે જેનાથી મુદ્રાનો વિદેશી પ્રવાહ તેજ થાય અને રુપિયાને સંભાળી શકાય.