શું 2019માં ચમકેલા આ શેરો નવા વર્ષમાં પણ તગડું વળતર આપશે?

મુંબઈ: શેરબજારની વાત કરીએ તો બજાર માટે 2019 નું વર્ષ ઘણું હકારાત્મક રહ્યું. સેન્સક્સ અને નિફ્ટીએ ઐતિહાસિક ઊંચાઈ મેળવી. સેન્સેક્સે લગભગ 15 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. અનેક દિગ્ગજ શેરોમાં આ વર્ષે રેકોર્ડ તેજી જોવા મળી.

પણ બધાને એ જાણવું છે કે શું શેરબજારની આ ચાલ આવનાર વર્ષમાં ય ચાલુ રહેશે કે કેમ? નિષ્ણાતોનું માનીએ તો, 2020માં પણ બજાર શાનદાર પ્રદર્શન જાળવી રાખશે. આવો, એ જાણીએ કે કયા શેરો 2020માં પણ તેમની ચમક યથાવત રાખશે. જેના પરથી તમે તમારા રોકાણનો પ્લાન બનાવી શકો છો…

ભારતી એરટેલ CMP: 457.35, 2019માં ફેરફાર: 59.23 ટકા

ટેલિકોમ સેક્ટરમાં ગળાકાપ હરિફાઈની વચ્ચે ભારતી એરટેલનો શેર આ વર્ષે સેન્સેક્સના ટોપ પરફોર્મરમાં સામેલ રહ્યો. ક્રેડિટ સુઈસે તાજેતરના અહેવાલમાં લખ્યું કે, એરટેલને લઈને તેમનું વલણ સકારાત્મક છે કારણ કે, આ શેર પ્રાઈસિંગ રિકવરીનો ફાયદો ઉઠાવવા માટે સારી સ્થિતિમાં છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર આ શેરની સરેરાશ ટાર્ગેટ પ્રાઈસ 517.32 રુપિયા નિકળે છે. એ હિસાબે આગામી એક વર્ષમાં આ શેરમાં 13ની વૃદ્ધિ જોવા મળી શકે છે.

ICICI બેંક CMP: 541.04, 2019માં ફેરફાર: 50.29 ટકા

ઈલારા કેપિટલના જણાવ્યા અનુસાર આઈસીઆઈસીઆઈ બેંક હાઈ એનપીએલ અને હાઈ ક્રેડિટ કોસ્ટની લાંબી સાયકલમાંથી પસાર થઈ છે. સબસિડિયરીમાં સ્ટેકના વેચાણથી પ્રાપ્ત થનારી રકમથી બેંકના પ્રોફિટેબિલિટીને પ્રોત્સાહન મળી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, આવનારા સમયમાં આ શેર અન્ય બેંકિંગ શેરોને આઉટ પરફોર્મ કરી શકે છે.  એલારાએ આ શેર માટે 591 રુપિયાની ટાર્ગેટ પ્રાઈસ આપી છે.

કોટક મહિન્દ્રા બેંક CMP: 1,711.7, વર્ષ 2019માં ફેરફાર : 36.42 ટકા

એનાલિસ્ટોનું માનવું છે કે, મજબૂત એસેટ ક્વોલિટી અને લાયબિલિટી પ્રોફાઈલને પગલે લેન્ડરનું આઉટપરફોર્મન્સ યથાવત રહી શકે છે. બોબ કેપિટલ માર્કેટ્સના અનુસાર, બેંકના પીએટીમાં નાણાકીય વર્ષ 2019-22 દરમ્યાન 29 ટકા ચક્રવૃદ્ધિ દરથી વૃદ્ધિ થઈ શકે છે. જેમાં બેંકના મજબૂત કાસા અને લોન ક્લોલિટીનો ફાયદો મળશે અને આનાથી બેંકનું વેલ્યુએશન પણ પ્રીમિયમ રહી શકે છે. બ્રોકરેજ ફર્મ એ આ બેંકના શેર માટે 1950ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદીની રેટિંગ આપી છે.

બજાજ ફાઈનાન્સ CMP: 4138.35, વર્ષ 2019માં ફેરફાર :56.69 ટકા

ચડિયાતી વૃદ્ધિ અને નફાકારકતા સાથે એસેટ્સ ક્વોલિટી પ્રભાવને કારણે બજાજ ફાઇનાન્સ 2019માં રોકાણકારોની પસંદગીની કંપની બની રહી. શેરખાનના લલિતાભ શ્રીવાસ્તવ કહે છે કે, કંપનીના શેરોનું વેલ્યુએશન ઊંચુ છે પણ નબળી આર્થિક પરિસ્થિતિઓમાં માર્કેટ બજાજ ફાઈનાન્સ જેવી કંપનીઓને દાદ આપી રહ્યું છે. લલિતાભનું માનવું છે કે, કંપનીના શેરોમાં 4400 રુપિયા સુધી તેજી જઈ શકે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ CMP: 1545.95, વર્ષ 2019માં ફેરફાર : 37.9 ટકા

મોતીલાલ ઓસ્વાલ વેલ્થ ક્રિએશન સ્ટડી અનુસાર, નાણાકીય વર્ષ 2018-2019 દરમ્યાન આરઆઈએલ સૌથી મોટી વેલ્થ ક્રિએટર રહી છે. એડલવાઈસના જણાવ્યા અનુસાર, ‘આઇએમઓ / પેટકોક ગેસિફાયરની ક્ષમતામાં વધારો થવાને કારણે કંપનીની EBITDA નાણાકીય વર્ષ 2019-20માં 25 ટકા સીએજીઆર વૃદ્ધિ સાથે આગળ વધી શકે છે. એડલવાઈસે શેરના લક્ષ્યાંક ભાવને 1,716 થી વધારીને 1,844 કર્યો છે અને સ્ટોક માટે ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું છે.

રિલાયન્સ નિપોન CMP: 341.75, વર્ષ 2019માં ફેરફાર :114.68 ટકા

વિશ્લેષકો હવે નિપોન ઈન્ડિયા મ્યૂચ્યુઅલ ફંડ ને દેશમાં સેવિગ્સ અને ફાઈનાન્સિયલાઈઝેશન થીમ પર રોકાણનો બેસ્ટ વિકલ્પ માની રહ્યા છે. શેરખાનના લલિતાભ શ્રીવાસ્તવ કહે છે કે, એયુએમમાં ઘટાડો આગામી સમયમાં અટકી શકે છે. એ કંપનીના શેરને લઈને તેમનું વલણ પોઝિટિવ રાખતા 427 રુપિયાની  ટાર્ગેટ પ્રાઈસ આપી છે.

ઈન્દ્રપ્રસ્થ ગેસ CMP: 430.7, વર્ષ 2019માં ફેરફાર: 61.2 ટકા

પ્રભુદાસ લીલાધરના જણાવ્યા અનુસાર, કંપની ઝડપથી વિકાસ કરી રહી છે અને તેનું વોલ્યુમ નાણાકીય 2020-24માં બમણાથી વધુ થઈ શકે છે. બ્રોકરેજ ફર્મ દ્વારા કંપનીને Buy રેટિંગ આપવામાં આવી છે અને તેણે ટાર્ગેટ પ્રાઈસ 468 રુપિયા નક્કી કરી છે.

ICICI સિક્યોરિટીઝ CMP: 379.85, વર્ષ 2019માં ફેરફાર :46.12 ટકા

વિશ્લેષકો માને છે કે રિટેલ બ્રોકરેજ ફર્મને વિશાળ ગ્રાહક બેઝ અને મજબૂત ઉત્પાદન ઓફરિંગનો લાભ મળતો રહી શકે છે. એન્ટિકે તેના અહેવાલમાં લખ્યું છે કે, “વનિલા બ્રોકિંગ સ્પેસમાં વધતી જતી સ્પર્ધાને જોતાં આઈએસઈસી પ્લેન પોતાને બ્રોકિંગ / ડિસ્ટ્રિબ્યુશન કંપનીથી નાણાકીય સુપરમાર્કેટમાં બદલી રહ્યું છે. સમૃદ્ધ બેલેન્સશીટ, ઉચ્ચ ડિવિડન્ડ ચૂકવણી અને મજબૂત પેરેંટલ સપોર્ટ કંપનીના આકર્ષણમાં વધારો કરે છે. તેણે કંપની માટે 450 રૂપિયા ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરી છે.

ઈન્ફોએઝ (ઈન્ડિયા) CMP: 2564.44, વર્ષ 2019માં ફેરફાર: 78.12 ટકા

આ શેરે 2019માં અન્ય મિડ કેપ શેરોને આઉટપરફોર્મ કર્યા છે, પણ હાયતોંગ સિક્યોરિટીઝનું વલણ આ શેરને લઈને નેગેટિવ જોવા મળી રહ્યું છે. હાયતોંગે હાલમાં જ ઈન્ફોએઝને BUYથી ડાઉનગ્રેડ કરીને SELLનું રેટિંગ આપ્યું છે અને 2015નો ટાર્ગેટ પ્રાઈસ આપી છે.