એક વર્ષ પછી દિલ્હી સહિત દેશભરના શહેરોમાં પેટ્રોલના ભાવ ફરી વધ્યા

નવી દિલ્હીઃ એક વર્ષ બાદ દિલ્હીમાં પેટ્રોલ ફરીથી 75 રુપિયાને પાર ચાલ્યું ગયું છે. આજે ચારેય મહાનગરમાં પેટ્રોલ 5 પૈસા અને ડિઝલ 10-11 પૈસા જેટલું મોંઘુ થઈ ગયું. આ વૃદ્ધિ સાથે જ દિલ્હીમાં પેટ્રોલ 74.95 રુપિયાથી વધીને 75 રુપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું અને ડીઝલ 66.04 રુપિયા લીટરે વેચાઈ રહ્યું છે. કાચા તેલની કીંમતોમાં તાજેતરમાં વૃદ્ધિથી આવનારા દિવસો માટે ટેન્શન વધી ગયું છે.

આ પહેલા 24 નવેમ્બર 2018ના રોજ દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કીંમત 75.25 રુપિયા હતી. જો કે ઓછા ટેક્સના કારણે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કીંમત ચારેય મહાનગરો અને મોટાભાગના રાજ્યોની રાજધાનીથી ઓછી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારના રોજ તેલની કીંમતોમાં કોઈ બદલાવ નહોતો કર્યો.

મુંબઈમાં લોકોને એક લીટર પેટ્રોલ માટે આજે 80.65 રુપિયા ચૂકવવા પડી રહ્યા છે, જ્યારે ડીઝલ 10 પૈસા મોંઘુ થયા બાદ 68.45 રુપિયા લીટરે વેચાઈ રહ્યું છે. ચેન્નઈમાં પણ પેટ્રોલની કીંમતમાં 5 પૈસાનો વધારો થયો છે અને તાજેતરના દર 77.97 રુપિયા લીટર છે જ્યારે 11 પૈસા વૃદ્ધી બાદ ડીઝલ 69.81 રુપિયા લીટર છે. આ પ્રકારે કોલકત્તામાં પેટ્રોલ 77.67 રુપિયા લીટર છે અને ડીઝલ 10 પૈસાના વધારા સાથે 68.45 રુપિયા પ્રતિ લીટર છે.