આજે ફરી વધ્યા પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવમાં કોઈ વધારો નહી

નવી દિલ્હીઃ તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવા કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા. આજે પણ પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે જો કે ડીઝલના ભાવ સતત ત્રીજા દિવસે નથી વધ્યા. પ્રાપ્ત વિગતો અનુસાર આજે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 82.32 અને 73.87 રુપિયા છે. પેટ્રોલની કિંમતમાં 10 પૈસા જેટલો વધારો નોંધાયો છે.

Pમેટ્રો શહેરોમાં પેટ્રોલની કીંમતો વિશે વાત કરવામાં આવે તો દિલ્હીમાં પેટ્રોલના ભાવ 82.32 રુપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં 89.69 રુપિયા પ્રતિ લીટર, કોલકત્તામાં 84.16 રુપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલની કીંમત 85.58 રુપિયા પ્રતિ લીટર છે. ડીઝલના ભાવની વાત કરવામાં આવે તો દિલ્હીમાં ડીઝલનો ભાવ 73.87 રુપિયા પ્રતિ લીટર, મુંબઈમાં 78.42 રુપિયા પ્રતિ લીટર, ચેન્નઈમાં 78.10 રુપિયા પ્રતિ લીટર અને કોલકત્તામાં 75.72 રુપિયા પ્રતિ લીટર છે.

તો ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વીશે વાત કરીએ તો વડોદરામાં પેટ્રોલ રૂ.81.16, ડીઝલ રૂ.78.99, અમદાવાદમાં પેટ્રોલ રૂ.81.57, ડીઝલ રૂ.79.04, સુરતમાં પેટ્રોલ રૂ.81.43, ડીઝલ રૂ.79.28, રાજકોટમાં પેટ્રોલ રૂ.81.32, ડીઝલ રૂ.79.16, ભાવનગરમાં પેટ્રોલ રૂ.82.54, ડીઝલ રૂ.80.43 રુપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે.