પેટ્રોલના ભાવમાં 8 પૈસાનો ઘટાડો, ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહી

નવી દિલ્હીઃ પેટ્રોલના ભાવમાં આજે ફરીએકવાર ઘટાડો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપની ઈંડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર આજે પેટ્રોલની કીંમતમાં 8 પૈસા પ્રતિ લીટર જેટલો ઘટાડો થયો છે. જો કે ડીઝલની કીંમતોમાં કોઈ બદલાવ થયો નથી. સતત ત્રીજા દિવસે ડીઝલની કીંમતમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે રવિવારના રોજ ડીઝલના ભાવમાં 7 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો. દિલ્હીમાં પેટ્રોલના વર્તમાન ભાવ 76.27 રૂપીયા અને ડીઝલના ભાવ 67.85 રૂપીયા પ્રતિ લીટર છે. 29 મેથી અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 2.08 રૂપીયા અને ડીઝલના ભાવમાં 1.53 રૂપીયાનો ઘટાડો થયો છે.

છેલ્લા 20 દિવસની જો વાત કરવામાં આવે તો મહાનગરોમાં પેટ્રોલ 2.08 રૂપીયા પ્રતિ લીટર સસ્તુ થયું છે. તો ડીઝલ 1.53 રૂપીયા પ્રતિ લીટર સસ્તુ થયું છે. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ 76.27 રૂપીયા અને ડીઝલ 67.85 રૂપીયા પ્રતિ લીટર જેટલું સસ્તુ થયું છે. તો ભાવમાં થયેલા ઘટાડા બાદ મુંબઈમાં પેટ્રોલના ભાવ સૌથી વધારે છે. મુંબઈમાં પેટ્રોલ 84.06 રૂપીયા અને ડીઝલ 72.13 રૂપીયા પ્રતિ લીટર છે.