મુંબઈમાં પેટ્રોલ 90નો આંકડો વટાવી ગયું, જાણો વધુ વિગતો

નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ સોમવારે રૂપિયા 90ને પાર પહોંચી ગયા હતાં. 24 સપ્ટેમ્બરે મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 11 પૈસાનો વધારો થઈને લિટર દીઠ પેટ્રોલની કિંમત 90.08 થઈ ગઈ છે. દિલ્હીમાં પણ આજે પેટ્રોલના ભાવમાં 11 પૈસાનો વધારો થયો છે. અહીં લિટર દીઠ પેટ્રોલની કિંમત 82.72 થઈ ગઈ છે. તેલ કંપનીઓએ સતત પાંચમાં દિવસે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે.

28 જુલાઈ પછી દિલ્હી-મુંબઈમાં પેટ્રોલ-ડીઝલમાં એક દિવસ પણ ઘટાડો નથી થયો. આ દરમિયાન ભાવમાં વધારો થયો છે અથવા સ્થિર રહ્યા છે. આ દરમિયાન મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 6.47 પૈસાનો વધારો થયો છે.

ગુજરાતના મોટા શહેરોની વાત કરીએ તો વડોદરા પેટ્રોલ-81.54 રુપિયા પ્રતિ લીટર અને ડિઝલ-79.16 રુપિયા પ્રતિ લીટર, અમદાવાદમાં પેટ્રોલ- 81.90 રુપિયા પ્રતિ લીટર અને ડિઝલ- 79.50  રુપિયા પ્રતિ લીટર, સુરતમાં પેટ્રોલ- 81.81 રુપિયા પ્રતિ લીટર અને ડિઝલ- 79.45, તો રાજકોટમાં પેટ્રોલ  81.70 રુપિયા પ્રતિ લીટર અને  ડીઝલ 79.32 રુપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.