હાશ! પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છેઃ કાચા તેલના ભાવમાં પણ સુસ્તી

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ કોઈ બદલાવ આવ્યો નથી. આઈલ માર્કેટિંગ કંપનીઓએ આ પહેલા ડીઝલના ભાવમાં સતત ત્રણવાર ઘટાડો કર્યો છે, પરંતુ પેટ્રોલના ભાવને સ્થિર રાખ્યા છે. બીજી તરફ કાચા તેલની માંગ સુસ્ત રહેવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં આની કિંમતોમાં નરમાશ આવી છે, જેનાથી આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થિરતા બની રહે તેવી શક્યતાઓ છે.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવ પૂર્વવત ક્રમશઃ 73.27 રુપિયા, 75.92 રુપિયા, અને 76.09 રુપિયા પ્રતિ લીટર રહ્યા. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ પણ કોઈપણ પ્રકારના બદલાવ વગર ક્રમશઃ 66.17 રુપિયા, 68.53 રુપિયા, 69.35 રુપિયા અને 69.89 રુપિયા પ્રતિ લીટર રહ્યા.

આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઈન્ટરકોન્ટિનલ એક્સચેંજ એટલે આઈસીઈ પર બ્રેંટ ક્રૂડના ડિસેમ્બરના કોન્ટ્રાક્ટમાં સોમવારના રોજ 0.30 ટકાની કમજોરી સાથે 59.24 ડોલર પ્રતિ બેરલ પર વ્યાપાર ચાલી રહ્યો હતો. તો ન્યૂયોર્ક મર્કેટાઈલ એક્સચેંજ એટલે કે નાયમેક્સ પર અમેરિકી લાઈટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ એટલે કે ડબલ્યૂટીઆઈના ડિસેમ્બર ડિલીવરી કોન્ટ્રાક્ટમાં 0.13 ટકાની નરમાશ સાથે 53.85 ડોલર પ્રતિ બેરલ પર વ્યાપાર કરી રહ્યો હતો.