પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે પણ વધારો, વાંચો વધુ વિગતો…

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કીંમતોમાં થયેલા વધારાની અસર ભારતીય બજારમાં બીજા દિવસે પણ જોવા મળી છે. દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કીંમતોમાં વધારો કર્યો છે. આઈઓસીએલે આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલમાં 19 પૈસા અને ડીઝલમાં 28 પૈસાનો વધારો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 69.07 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 28 પૈસા વધીને 62.81 રુપિયા પ્રતિ લીટર પહોંચ્યું છે.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલક્તામાં પેટ્રોલ 19 પૈસા વધીને 71.20 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 28 પૈસા વધીને 64.58 રુપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં પેટ્રોલ 19 પૈસા વધીને 74.72 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 30 પૈસા વધીને 65.73 રુપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે. ચેન્નઈમાં પેટ્રોલની કીંમતોમાં સૌથી વધારે 20 પૈસાનો વધારો થયો છે અને તે વધીને 71.67 રુપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. અહીંયા ડીઝલની કીંમતમાં 30 પૈસાનો વધારો થયો છે અને તે વધીને 66.31 રુપિયા પ્રતિ લીટર પહોંચ્યું છે.

તો આ તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કીંમતો હજી વધારે જ છે. આતરરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ક્રૂડ ઓઈલ 60 ડોલર પ્રતિ બેરલના સ્તરની પાસ 61.57 ડોલર પ્રતિ બેરલ પર વ્યાપાર કરી રહ્યા છે. ડબલ્યૂટીઆઈ ક્રૂડ પણ 50 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરા 52.54 ડોલર પ્રતિ બેરલ પર વ્યાપાર કરી રહ્યા છે. જો કે આજે સવારે બંન્ને ઈંધણ લાલ નિશાનમાં વ્યાપાર કરતા દેખાઈ રહ્યા છે.