ગમે ત્યારે બંધ કરી શકાશે PPF એકાઉન્ટ, નિયમો બદલવાની તૈયારીમાં સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પીપીએફ અને પોસ્ટ ઓફિસ સહિત સ્મોલ સેવિંગ સ્કીમમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. ત્યારબાદ સ્મોલ સેવિંગ સ્કીમને પણ સમય કરતા પહેલા બંધ કરવી સરળ બની જશે. મેડિકલ ઈમરજન્સી અને એજ્યુકેશનની જરૂરીયાતો માટે સ્મોલ સેવિંગ એકાઉન્ટને સમય કરતા પહેલા બંધ કરાવી શકાશે. કેન્દ્રએ પ્રપોઝ્ડ ગવર્નમેન્ટ સેવિંગ પ્રમોશન એક્ટ અંતર્ગત પબ્લિક પ્રોવિડેંટ ફંડ એક્ટ અને ગવર્નમેંટ સેવિંગ સર્ટિફિકેટ એક્ટનું જોડાણ કરી દીધું છે. કેન્દ્ર સરકારે સ્મોલ સેવિંગ સ્કીમોને એક પ્રોવિઝન અંતર્ગત લાવવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

 

 

 

 

 

 

 

નાણા મંત્રાલયે જણાવ્યું કે પીપીએફ એક્ટ અંતર્ગત પાંચ નાણાકીય વર્ષ પૂર્ણ થયા પહેલા પીપીએફ એકાઉન્ટ હોલ્ડર એકાઉન્ટ બંધ કરાવવા માંગે છે તો તેઓ આમ ન કરી શકે. તમામ સ્મોલ સેવિંગ સ્કીમોના એકાઉન્ટ સમય કરતા પહેલા બંધ કરાવવાની પ્રોસેસને સરળ બનાવવા માટે નિયમ બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે. જેમાં એકાઉન્ટ હોલ્ડર મેડિકલ ઈમરજન્સી અથવા એજ્યુકેશનની જરૂરીયાતોને પૂરી કરવા માટે સ્મોલ સેવિંગ સ્કીમ્સને સમય કરતા પહેલા બંધ કરાવીને પૈસા ઉપાડી શકાય છે.