વીજળીનું રેશનિંગ? સેક્શન લોડથી વધારે વીજળી વાપરવા પર ભરવો પડશે દંડ

નવી દિલ્હીઃ સેક્શન લોડથી વધારે વીજળી ખર્ચ કરવા પર વીજળી વપરાશકર્તાઓને દંડ ભરવો પડશે. કેન્દ્ર સરકાર આ પ્રાવધાન  લાવવા જઈ રહી છે. વીજળી રાજ્યનો વિષય છે પરંતુ કેન્દ્ર સરકારના આ નિયમને રાજ્યોના નિયામક આયોગ અનુસરશે. વીજળીના ભાવને સરળ કરવા માટે કેન્દ્ર સરકાર વીજળી કાયદામાં સંશોધન કરવા જઈ રહી છે.

નવા નિયમમાં ડોમેસ્ટિક, કોમર્શિયલ તેમજ ઈન્ડસ્ટ્રીયલ માટે એક પ્રકારના દર હશે. અત્યારે તમામ માટે વીજળીના અલગ અલગ દરો લાગુ થાય છે. ડોમેસ્ટિકના મુકાબલે કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલના દરો વધારે હોય છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે વપરાશકર્તા જાણીજોઈને પોતાના લોડ ઓછા સેક્શન કરાવે છે. એવામાં ખપતના અનુસાર સરેરાશ લોડ જોવામાં આવશે અને તેનાથી વધારે વપરાશ કરવા પર ઉપભોક્તાઓને દંડ ભરવો પડશે. જો કે દંડની રકમ નક્કી કરવામાં આવી નથી.

નવા નિયમમાં વીજળીના દરો વપરાશકર્તાઓની શ્રેણીના આધાર પર નક્કી નહી થાય. એટલે કે ડોમેસ્ટિક, કોમર્શિયલ અમે ઈન્ડસ્ટ્રીયલ શ્રેણી માટે અલગ અલગ દરો નહી હોય. વીજળીના દરો હવે લોડ અને વપરાશકર્તાઓના વપરાશના આધારે હશે. વીજળીના દરો નક્કી કરવા માટે પાંચ પ્રકારની શ્રેણી હશે. પ્રથમ શ્રેણી 0-2 કિલોવોટ વાળા ઉપભોક્તાઓ માટે હશે. બીજી શ્રેણીમાં 2-5 કિલોવોટ અને ત્રીજી શ્રેણીમાં 5-10 કિલોવોટ, ચોથી શ્રેણીમાં 10-25 તો પાંચમી શ્રેણીમાં 25 કિલોવોટથી વધારે લોડ વાળા વપરાશકર્તાઓનો સમાવેશ થશે. વીજળી મંત્રાલયનું માનવું છે કે વીજળી એક કોમોડિટી છે અને એટલા માટે જ આના ભાવ વપરાશના આધાર પર નક્કી થવા જોઈએ.