બજારમાં આવ્યા બે નવા સ્માર્ટફોન: ફીચર્સ જાણવા ક્લિક કરો

નવી દિલ્હી-  સ્માર્ટફોન્સની એઆઈ શ્રેણીનું વિસ્તરણ કરતાં પેનાસોનિકે એલુગા ઝેડ1 અને ઝેડ1 પ્રો લોન્ચ કર્યા છે. 2.5 કર્વ્ડ મેટલ ડિઝાઈનની વિશિષ્ટતા સાથે આ સ્માર્ટફોનમાં 6.19” HD + ડિસ્પ્લે અને 4000mAhની બેટરી ધરાવે છે, આ ઉપરાંત આ બંન્ને મોડેલમાં એઆઈ સેન્સર: ફેસ અનલોક ફીચર જેવી એઆઈ અભિમુખ ટેકનોલોજી પણ ધરાવે છે.

આકર્ષક લુક ધરાવતા એલુગા ઝેડ1 અને ઝેડ1 પ્રો બંન્ને સ્માર્ટફોન બ્લેક, ગોલ્ડ અને બ્લુ કલરમાં ઉપલબ્ધ છે. જેની કિંમત અનુક્રમે રૂ.14490 અને રૂ.17490 નક્કી કરવામાં આવી છે. આગામી 31 ઓક્ટોબર, 2018થી દેશભરનાં તમામ રિટેઈલ આઉટલેટ્સમાં આ સ્માર્ટફોન ઉપલબ્ધ થશે.એલુગા ઝેડ1 અને ઝેડ1 પ્રોની અન્ય વિશેષતાઓ

સ્માર્ટફોન્સ મિડિયા ટેકહેલિયો P22 પ્રોસેસર દ્વારા પાવર્ડ છે, જે મલ્ટીટાસ્કિંગને સપોર્ટ કરે છે, જ્યારે ઘણાં બધાં એપ્સનો ઉપયોગ કરીને એઆઈ- ઝડપી અને સ્મુથ અનુભવ પ્રદાન કરે છે. નવા એલુગા ઝેડ1 અને ઝેડ1 પ્રોમાં 13+2 MP AI પાવર્ડ ડ્યુઅલ રિયર કેમેરા અને 8MP AI ફ્રન્ટ કેમેરા વીથ ફ્લેશ સાથે ઉપલબ્ધ છે. ઉપરાંત એલુગા ઝેડ1 અને ઝેડ1 પ્રો તમરા રોજબરોજના મૂડ માટે અલગ અલગ કેમેરા મોડ્સ ધરાવે છે, જેમ કે, બોકેહ, ટાઈમ લેપ્સ, સ્લો મોશન, બ્યુટી મોડ, બેક લાઈટ, લાઈવ ફોટો, ગ્રુપ સેલ્ફી વગેરે.

એલુગા ઝેડ1 અને ઝેડ1 પ્રો અનુક્રમે 3GB + 32 GB અને 4GB + 64 GB  ઈન્ટરનલ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે, જે 129 GB સુધી વધુ અપગ્રેડ કરી શકાશે. એલુગા ઝેડ1 અને ઝેડ1 પ્રોમાં એન્ડ્રોઈડ વર્ઝન 8.1 ઓરિયો ઈનબીલ્ટ આપવામાં આવ્યું છે. તેમજ ડ્યુઅલ સિમ કોન્ફિગ્યુરેશન પણ આપવામાં આવ્યું છે.

ટાઈપિંગ અનુભવને વધુ સારો બનાવવા માટે પેનાસોનિક એલુગા ઝેડ1 અને ઝેડ1 પ્રો સ્વિફ્ટકી કીબોર્ડ સાથે ઉપલબ્ધ છે, જે ઉપભોક્તાઓને સેટિંગ્સ બદલ્યા વિના એક સમયે પાંચ ભારતીય ભાષા સુધી ટાઈપ કરવામાં મદદરૂપ થશે, અને વ્યક્તિગત ઉપભોક્તાઓને અનુકૂળ શબ્દોમાં કરેકશન્સ અને પ્રેડિકશન્સ સાથે 30 ભારતીય ભાષા ધરાવે છે.

પેનાસોનિક ઈન્ડિયાના મોબિલિટી ડિવિઝનના બિઝનેસ હેડ પંકજ રાણાએ જણાવ્યું હતું કે, ફીચર યુક્ત સ્માર્ટફોન્સ સાથે ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતા ચાલુ રાખતાં નવા એલુગા ઝેડ1 અને ઝેડ1 પ્રો ટેકનોલોજી સાવ અંતિમ ઉપભોક્તાઓને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]