આને કહેવાય નસીબ! પેન્ટીંગ કરતાં કરતાં લાગી લોટરી….

ઉનાઃ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના એક ગામ ચરુરુના એક પેઈન્ટરનું નસીબ રાતોરાત બદલાઈ ગયું. આ વ્યક્તિએ એક લોટરી ટીકિટ ખરીદી હતી અને સદનસીબે તેને લોટરી લાગતા અત્યારે તેના જીવનમાં ખુશીઓનો વરસાદ થઈ ગયો છે. આ વ્યક્તિની અઢી કરોડ રુપિયાની લોટરી લાગી છે. આ વ્યક્તિ પેઈન્ટર, પ્લમ્બર અને ઈલેકટ્રિશિયન તરીકે કામ કરે છે.

તેણે જણાવ્યું કે તે ચંદીગઢના પીજીઆઈએમઈઆરથી જ્યારે પાછો આવી રહ્યો હતો, ત્યારે તેણે નાંગલ બસ સ્ટેન્ડ સામે એક લોટરી સ્ટોલ પરથી 1000 રુપિયાની બે ટીકિટ ખરીદી હતી. તેમાંથી એકમાં જેકપોટ લાગી ગયું છે. તે ત્યારે પોતાના દિકરાના મેડિકલ ચેકઅપ માટે પીઆઈએમઈઆર ગયો હતો.

કુમાર દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, મને આશા છે કે લોટરીની આ રકમ મારી જીંદગીમાં ખુશીઓનું અજવાળું લઈને આવશે. પોતાની ભાવી યોજનાની ચર્ચા કરતા તેણે કહ્યું કે, તે આ પૈસા પોતાના બાળકોના અભ્યાસમાં ખર્ચ કરશે.

કુમાર પોતાના ઘરમાં એકમાત્ર કમાઈ શકે તેવો વ્યક્તિ છે. તેણે પુરસ્કારની આ રકમ પર દાવા માટે પંજાબ સરકારના રાજ્ય લોટરી વિભાગમાં પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે. વિભાગે જલ્દી જ રકમ તેને આપવાનું આશ્વાસન આપ્યું છે. આ લોટરી લુધિયાણામાં એક નવેમ્બરના રોજ જાહેર થઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]