જુલાઈનો હોલસેલ ફુગાવાનો દર ઘટતા સરકાર માટે રાહતના સમાચાર

નવી દિલ્હી- ડૉલર સામે રુપિયામાં ઐતિહાસિક ઘટાડો થયા બાદ મુશ્કેલીમાં મુકાયેલી સરકાર માટે મોંઘવારીના મુદ્દે થોડા રાહતના સમાચાર છે. જુલાઈ મહિનાના જથ્થાબંધ મોંઘવારીના જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેમાં ફુગાવાનો દર ઘટીને આવ્યો છે. જુલાઈમાં ફુગાવાનો દર 5.09 ટકા પર રહ્યો હતો.સરકારી આંકડા મુજબ તેનું મુખ્ય કારણ ખાદ્ય સામગ્રી ઉપરાંત ફળો અને શાકભાજીની કિંમતમાં ઘટાડો થવાનું જણાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, જથ્થાબંધ મોંઘવારીનો દર જૂન મહિનામાં 5.77 ટકા નોંધાયો હતો. ગત વર્ષે આ સમયગાળામાં તે માત્ર 1.88 ટકા હતો.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા અનુસાર ખાદ્ય ક્ષેત્રમાં જથ્થાબંધ ફુગાવાનો દર જુલાઈ મહિનામાં શૂન્યથી 2.16 ટકા નીચે રહ્યો હતો. જ્યારે. જૂનમાં ફુગાવાના દરમાં 1.80 ટકાનો વધારો થયો હતો. આજ રીતે શાકભાજીમાં જથ્થાબંધ ભાવાંક જુલાઈમાં 14.07 ટકા ઘટીને આવ્યો જ્યારે જૂન મહિનામાં તેમાં 8.12 ટકાનો વધારો થયો હતો.

ફળોના જથ્થાબંધ ભાવ જુલાઈમાં 8.81 ટકા ઘટ્યા હતા. જ્યારે જૂન મહિનામાં તેમાં 3.87 ટકા વધારો થયો હતો. કઠોળ વર્ગના અનાજમાં મોંઘવારી દર શૂન્યથી નીચે 17.03 ટકા રહ્યો. જોકે જૂન મહિનામાં તે શૂન્યથી નીચે 20.23 ટકા રહ્યો હતો. આ સપ્તાહની શરુઆતમાં જારી કરવામાં આવેલા આંકડા મુજબ જુલાઈ મહિનામાં ફુગાવાનો દર 5.09 ટકા પર રહ્યો હતો. જ્યારે જૂન મહિનામાં 5.77 ટકા નોંધાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]