જનતાને આપેલી રાહતથી થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો ઈરાદો નહીઃં તેલ કંપનીઓ

નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓનું કહેવું છે કે પેટ્રોલ, ડીઝલ પર આપવામાં આવેલી એક રુપિયા પ્રતિ લીટરની રાહતથી થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી. આ સમયે બંને ઈંધણોના ભાવ તેમના ખર્ચ અનુરુપ સમાન સ્તર પર પહોંચી ગયાં છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કીંમતોમાં ઘટાડો થયા બાદ તેલ કંપનીઓએ માર્કેટિંગ માર્જિનમાં કરવામાં આવેલો ઘટાડો બંધ કરી દીધો છે જેથી તે પહેલા ગ્રાહકોને આપવામાં આવેલી રાહતથી થયેલા નુકસાનની ભરપાઈ કરી શકે.

જ્યાં કેન્દ્ર સરકારે ઉત્પાદન શુલ્કમાં 1.50 રુપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો ત્યાં પેટ્રોલિયમ કંપનિઓથી પણ બંન્ને ઈંધણ પર પ્રતિ લીટર એક રુપિયાની રાહત આપવાનો આગ્રહ કર્યો હતો. આના તુરંત પ્રભાવથી પણ બંન્ને ઈંધણના ભાવ અઢી રુપિયા સસ્તા બની ગયા હતા. ઘણી રાજ્ય સરકારોએ પણ ત્યારે પોતાના વેટમાં ઘટાડો કરીને જનતાને રાહત આપી હતી. કુલ મળીને પેટ્રોલ ડીઝલના ભાવમાં પાંચ રુપિયા પ્રતિ લીટર જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ચેરમેન સંજીવ સિંહે જણાવ્યું કે અમે કોઈપણ નુકસાનની ભરાઈ કરવા નથી જઈ રહ્યા. ઈન્ડિયન ઓઈલની સાથે-સાથે હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનને એક રુપિયા પ્રતિ લીટરની સબસિડી આપવાથી આશરે 4500 કરોડ રુપિયાનું નુકસાન પડ્યું છે.

તેમણે કહ્યું કે જ્યારે ઈંધણની કીંમતો વધી રહી હતી ત્યારે સરકારે અમને એક રુપિયા પ્રતિ લીટરની કીંમત ઓછી કરવા માટે જણાવ્યું અને અમે કીંમતો ઘટાડી પણ ખરી. હવે ઈંધણની કીંમતો સતત ઘટી રહી છે અને અમે આનો લાભ પ્રતિ દિન ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છીએ. સિંહે જણાવ્યું કે ઓક્ટબરથી અત્યાર સુધી પેટ્રોલમાં 14.18 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 13.03 રુપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે અને અમે આંતરરાષ્ટ્રીય કીંમતોમાં ઘટાડાનો પૂર્ણ લાભ જનતા સુધી પહોંચાડ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]