હવે દાંતોનો પણ હશે ઈન્શ્યોરન્સ, IRDAI એ બદલ્યા નિયમ

નવી દિલ્હીઃ ઈન્શ્યોરન્સ નીતિઓના નિયમ બનાવનારી સંસ્થા ઈન્શ્યોરન્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દર્દીઓ માટે હેલ્થકેર પોલિસીમાં બદલાવ કર્યો છે. IRDAI ના નવા સર્ક્યુલર અનુસાર હવે દાંતોનો પણ ઈન્શ્યોરન્સ હશે. આ સિવાય સ્ટેમ સેલ, ઈંફર્ટિલિટી અને માનસિક બીમારીઓને પણ મેડિકલ ઈન્શ્યોરન્સ પોલિસીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

નવા જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં IRDAI એ હેલ્થકેર પોલીસીના ઓપ્શન કવરથી 10 આઈટમ્સ હટાવી દીધી છે. આમાં ડેન્ટલ, સ્ટેમ સેલ, ઈન્ફર્ટિલિટી અને માનસીક બીમારીઓનો સમાવેશ થાય છે. આ સીવાય સબ-ફર્ટિલિટી, હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી, સાઈકોસોમેટિક પ્રોસેડ્યોર, કરેક્ટિવ સર્જરી ફોર રિફ્રેક્ટિવ એરર, સેક્યુઅલી ટ્રાંસમિટેડ બીમારીનો ઈલાજ, એચઆઈવી અને એઈડ્સના ઈલાજ પર થયેલા ખર્ચને પણ ઓપ્શનલ કવરથી બહાર કરી દેવામાં આવ્યા છે. ઓપ્શનલ કવરથી હટાવવામાં આવ્યા બાદ ઈંશ્યોરન્સ કંપનિઓ દાંતોને પણ મેડિકલ ઈંશ્યોરન્સ પોલિસીમાં કવર કરશે.

IRDAI એ ઈંશ્યોરન્સ કંપનીઓને માનસિક બીમારીને પણ મેડિકલ ઈંશ્યોરન્સ પોલિસીમાં કવર કરવાનું કહ્યું છે. ઈરડાએ સ્પષ્ટ કર્યું છે કે માનસિક બીમારીને પણ શારીરિક બીમારીઓની જેમ જ માનવામાં આવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]