નેચરોપેથી, યોગ અને આયુર્વેદની સ્વાસ્થ્ય સેવાઓ પર નહી લાગે ટેક્સ…

નવી દિલ્હીઃ નેચરોપેથી, યોગ અને આયુર્વેદની સ્વાસ્થ્ય સેવાઓ પર ટેક્સ નહી લાગે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગે તાજેતરમાં જ આ નિર્ણય આપ્યો છે. આ નિર્ણયમાં દેશમાં સારવારની પારંપરિક પદ્ધતી અને એલોપેથી આધારિત સ્વાસ્થ્ય સેવાઓને એક જેવી માનવામાં આવી છે.

એએઆરના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે ક્લિનિકમાં ઓથોરાઈઝ્ડ મેડિકલ પ્રોફેશનલ દ્વારા આપવામાં આવનારી સ્વાસ્થ્ય સેવાઓ જીએસટીના વર્તુળની બહાર હશે. આ મામલે સુનાવણી માટે ગોવાના એએઆર પાસે આવ્યો હતો. દેવાયા આયુર્વેદ એન્ડ નેચર કેર સેન્ટર આયુર્વેદ, નેચરોપેથી અને યોગ દ્વારા સારવારની સુવિધાઓ આપે છે.

દેવાયાએ પૂછ્યું હતું કે શું તેને ક્લિનિકલ ઈસ્ટેબ્લિશમેન્ટ માનવામાં આવશે અને શું તેના દ્વારા આપવામાં આવનારી સેવાઓ સેન્ટ્રલ ટેક્સના વર્તુળથી બહાર છે? દેવાયાનું કહેવું છે કે તે ન્યૂરો-મસ્કુલર પ્રોબ્લમ, પોસ્ટ-કેમો થેરેપી, પોસ્ટ-રેડિયો થેરેપી ટ્રીટમેન્ટ, સ્કિન પ્રોબ્લમ્સ, જાડાપણા, જીવન શૈલી સાથે જોડાયેલી સમસ્થા અને હાડકાના રોગના ઉપચાર સાથે જોડાયેલી કેટલીક સેવાઓ આપે છે.  

દેવાયાનું એપણ કહેવું છે કે તેની પાસે ડોક્ટરોની એક ટીમ છે, તેમાં નેચરોપેથી, યોગ અને આયુર્વેદમાં વિશેષતા વાળા ડોક્ટર્સ છે. તેઓ શરીરની બનાવટનું આંકલન કરે છે અને બિમારી સાથે જોડાયેલા તમામ રેકોર્ડ જોવે છે. આ પ્રકારના એનાલિસિસ બાદ તેમના ખાન-પાન અને દૈનિક ઉપચારનો કાર્યક્રમ બનાવવામાં આવે છે.

આ મામલા સાથે જોડાયેલા કાયદાકીય પ્રાવધાનો પર વિચાર કર્યા બાદ એએઆરે કહ્યું કે દેવાયામાં ઉપચાર સાથે જોડાયેલી સેવાઓને જોતા આ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટની જેમ છે અને આની સેવાઓ હેલ્થકેર સેવાઓ અંતર્ગત આવશે. કેપીએમજી ઈન્ડિયામાં પાર્ટનર હરપ્રીત સિંહે કહ્યું કે એએઆરનું એ કહેવું યોગ્ય છે કે હેલ્થ કેરને મળેલી છૂટ અંતર્ગત તમામ પ્રકારના ઈલાજ આવવા જોઈએ. પછી તે એલોપેથી, નેચરોપેથી, યોગા કે આયુર્વેદ હોય.