ઘર ખરીદતાં પહેલાં જાણી લો આ મહત્વના સમાચાર: નહીં તો થશે નુકસાન

નવી દિલ્હી- ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલ (ITAT)ની મુંબઈ બેન્ચે તાજેતરમાં જ એક રહેઠાણ મિલકત વેચીને નવું મકાન ખરીદવાના મામલામાં પહેલી મિલકતના વેચાણમાંથી થયેલી આવક પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) પર ટેક્સ છૂટ આપવાનો ઈનકાર કરી દીધો હતો. ઈનકારનું એક માત્ર કારણ એ હતું કે કરદાતાએ પોતાનું નવું મકાન પોતાની પત્ની કે પોતાની વયસ્ક દીકરીને નામે લીધું હતું. જોકે, આ જ પ્રકારના અન્ય એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે કરદાતાની તરફેણમાં નિર્ણય આપ્યો હતો.ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલની મુંબઈ બેન્ચ આમ તો બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને માનવા બંધાયેલી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન પર ટેક્સમાં છૂટછાટ મેળવવા નવી મિલકત કરદાતાના નામથી જ હોવી જોઈએ અથવા તેનું કાનૂની હક્કદાર બનવું અનિવાર્ય છે.

આઈટી ઍક્ટની કલમ 54માં કરરાહત મેળવવા જૂના ઘરમાંથી નવા ઘરમાં લોન્ગ ટર્મ કૅપિટલ ગેઇનના રોકાણ માટે વેચાણની તારીખથી બે વર્ષ સુધીનો સમયગાળો જરૂરી હોવાનું જણાવાયું છે.ઈવાઇ-ઇન્ડિયામાં પીપલ્સ ઍડ્વાઈઝરી સર્વિસના ડિરેક્ટર પુનિત ગુપ્તાએ જણાવ્યું હતું કે,બૉમ્બે હાઈ કોર્ટની હકૂમતની અંદર આવનારા કરદાતાઓએ, ટૅક્સ લિટિગેશનની જાળમાં ફસવાથી બચવુ જોઈએ. જો કરદાતા નવું ઘર તેની પત્ની અને સંતાનોનાં નામે રજિસ્ટર કરાવવા માગતા હોય તો તેમણે તેમાં પોતાનું નામ પણ ઉમેરવું ડહાપણભર્યું ગણાશે. આવા કિસ્સામાં કરદાતાને ઓછામાં ઓછું પ્રમાણસર ડિસ્કાઉન્ટ ચોક્કસપણે મળી રહેશે. જો પતિ/પત્ની અને સંતાનોના નામ સાથે પોતાનું નામ પણ ઉમેરવામાં આવે તો મિલકતની કિંમતના એક તૃતિયાંશ ભાગ પર ટેક્સ છૂટનો લાભ મળી શકશે.

આઈટી ઍક્ટ હેઠળ જો ટૅક્સપેયર ઓછામાં ઓછા બે વર્ષ માટે તેના રહેણાંક ઘરના વેચાણમાંથી નફો રળતો હોય તો તેવા નફાને લોંગ ટર્મ કૅપિટલ ગેઇન્સ (એલટીસીજી) તરીકે ગણવામાં આવે છે, જેના પર મોંઘવારી એડજસ્ટમેન્ટ કર્યા બાદ 20 ટકાના દરે ટેક્સ લાગે છે. મોંઘવારી એડજસ્ટમેન્ટને ઇન્ડેકસેશન બેનિફિટ તરીકે ઓળખાઈ છે.

જો એલટીસીજીના હિસ્સાની નિર્ધારિત મુદતની અંદર ભારતમાં જ બીજા ઘરમાં રોકાણ કરવામાં આવે તો તેનો ટૅક્સેબલ હિસ્સો આ રોકાણના એક્સ્ટેન્ટ સુધી ઘટાડી શકાય છે.  ટૅક્સપેયર તેના ઘરના વેચાણના ત્રણ વર્ષમાં નવું ઘર બાંધે તોપણ તેને ટૅક્સ બેનિફિટ મળી શકે છે.

શું છે કાયદાની જોગવાઈ ?

આવકવેરા કાયદા હેઠળ રહેણાક મકાનના વેચાણ થકી થયેલો નફો કરદાતા બે વર્ષ સુધી રાખે તો આવા નફાને લોંગ ટર્મ કેપિટલ ગેઈન તરીકે ગણવામાં આવશે. તે ગેઈન 20 ટકાને દરે કરપાત્ર છે. ફુગાવાને ધ્યાને રાખીને વેરાકીય ગણતરી થતી હોય છે. આ બે વર્ષના સમયગાળામાં તે ગેઈનનું રોકાણ ભારતમાં બીજા મકાનમાં થાય તો તેના પર ઓછો વેરો લાગે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]