રાફેલના પાર્ટ્સ બનાવતાં શીખશે 30 હજાર યુવાનો, સરકાર આપશે ટ્રેનિંગ…

0
355

નવી દિલ્હીઃ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે રાફેલ લડાકૂ વિમાન સોદાની ખરીદીના ઓફસેટ અનુબંધથી ભારતના યુવાનોને મોટો ફાયદો થશે. તેમણે કહ્યું કે આ કોન્ટ્રાક્ટ અંતર્ગત રાફેલ જેટની નિર્માતા કંપની આશરે 30 હજાર યુવાનોનું કૌશલ વિકાસ કરશે અને તેમને રાફેલના પાર્ટ્સ બનાવવા માટે પ્રશિક્ષિત કરશે. આ ટ્રેનિંગનું આયોજન સરકારની મદદથી કરવામાં આવશે.તેમણે કહ્યું કે આ સોદામાં કોઈને કોઈ ધન આપવામાં નથી આવ્યું. વિશ્વ યુવા કૌશલ દિવસના મોકા પર દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સીતારમણે પ્રત્યક્ષ રુપથી કહ્યું કે બધાની સામે સમજૂતી કરવામાં આવી છે જેમાં એ વાતની પૂરી વિગત છે કે રાફેલ જેટ વિનિર્માતા કંપની દસો અનુબંધ અંતર્ગત શું-શું કરશે.આ કાર્યક્રમ દરમિયાન ફ્રાંસની કંપની દસો એવિએશને આઈટીઆઈ નાગપુર સાથે એરોસ્ટ્રક્ચર ફિટરનો પ્રશિક્ષણ કાર્યક્મ ચલાવવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. નાણાપ્રધાને આ દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે રાફેલ પર થયેલી ચર્ચા મામલે તમે જાણો છો.

આમાં કોઈને કોઈ પૈસા આપવામાં નથી આવ્યા. તેમણે કહ્યું કે ઓફસેટથી મળનારા ધનનો ઉપયોગ પ્રશિક્ષણ કાર્યો માટે છે અને આ સંબંધમાં દસો સાથે સમજૂતી પર હવે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.