દુનિયાના ટોપ 10 ધનીકોની યાદીમાં ઝુકરબર્ગ છઠ્ઠા સ્થાને સરક્યા

નવી દિલ્હીઃ આ સપ્તાહે દુનિયાના ટોપ 10 અમિરોના લિસ્ટમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગની સંપત્તિ આશરે 17 અરબ ડોલર એટલે કે 1.15 લાખ કરોડ રૂપીયા ઘટી ગઈ છે. આનાથી દુનિયાના ટોપ 10 અમીરોના લિસ્ટમાં ઝુકરબર્ગ ત્રીજા નંબરથી સીધા જ છઠ્ઠા નંબર પર પહોંચી ગયા છે.

તો એશિયાના અમિરોની જો વાત કરવામાં આવે તો ગઈકાલે મુકેશ અંબાણીની પર્સનલ વેલ્થમાં 72 કરોડ ડોલર એટલે કે આશરે 5 હજાર કરોડ રૂપીયાનો વધારો થયો છે. જેનાથી તેઓ એશિયામાં નંબર વન પર આવી ગયા છે. અંબાણીએ ચીનના ઉદ્યોગપતિ અને ઈ-કોમર્સ કંપની અલીબાબાના ફાઉન્ડર જૈક મા ને પાછળ છોડી દીધા છે.

ઝુકરબર્ગની સંપત્તિમાં ઘટાડો થયો તેનો સીધો જ ફાયદો વોરેન બફેટને પ્રાપ્ત થયો છે. વોરેન બફેટ ગુરૂવારે ચોથા સ્થાન પર હતા જેઓ અત્યારે લગભગ 83 અરબ ડોલરની સંપત્તિ સાથે દુનીયાના ટોપ 10 અમિરોના લિસ્ટમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયા છે.

તો આ સાથે જ ફ્રાંસના અરબપતિ બર્નાર્ડ અર્નાલ્ટ 76 અરબ ડોલરની સંપત્તિ સાથે ચોથા અને રિટેલ કિંગ તરીકે જાણીતા સ્પેનના અમૈન્સિયો ઓર્ટિગા 73 અરબ ડોલરની સંપત્તિ સાથે પાંચમા સ્થાન પર આવી ગયા છે.