શેરબજારની નરમાઈને બ્રેકઃ નવી લેવાલીથી સેન્સેક્સ 292 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના તેજીના કારણોને પગલે પીએસયુ, ઓટોમોબાઈલ, મેટલ, એફએમસીજી અને રીયલ્ટી સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સસ 292.76(0.84 ટકા) ઉછળી 35,208.14 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 97.25(0.92 ટકા) ઉછળી 10,715.50 બંધ થયો હતો.

આજે સોમવારે ઈન્ડેક્સ હેવીવેઈટ ઓએનજીસી, એચયુએલ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, આઈટીસી, ઈન્ફોસીસ અને મારૂતિમાં ભારે લેવાલીથી તેજી થઈ હતી, અને જેને પગલે સેન્સેક્સ અને નિફટી ઝડપી ઉછળ્યા હતા. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઝડપી ઊંચકાઈને આવ્યા હતા, પણ તેની શેરબજારના સેન્ટિમેન્ટ પર કોઈ અસર જોવા મળી ન હતી. બીજી તરફ જીએસટી કલેક્શન વધીને આવ્યું છે, જેની ઈકોનોમી પર સારી અસર પડશે, તેવી ધારણાએ બ્લુચિપ શેરોમાં નવી લેવાલી હતી.

  • શુક્રવારે એફઆઈઆઈએ કુલ રૂપિયા 1628 કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી અને સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 1084 કરોડની નેટ ખરીદી કરી હતી.
  • શુક્રવારે ટેક કંપનીઓના પ્રોત્સાહક પરિણામોને પગલે અમેરિકન સ્ટોક માર્કેટમાં ઉછાળો આવ્યો હતો.
  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ 70 ડૉલરને પાર કરી ગયો હતો. જે નવેમ્બર 2014 પછીને સૌથી ઊંચો ભાવ થયો છે.
  • તેજી બજારમાં ફાર્મા સેકટરના શેરોના ભાવ ઘટ્યા હતા, અને આઈટી સ્ટોક થોડા ઢીલા હતા.
  • રોકડાના શેરોમાં નવી લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 91.37 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 100.28 પ્લસ બંધ હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]