ઓફિસમાં લગાવ્યાં 1.25 કરોડના બુલેટપ્રૂફ કાચ, ધમકીઓ વધતાં નિર્ણય

વોશિંગ્ટનઃ એમેઝોન પોતાના સંસ્થાપક અને સીઈઓ જેફ બેજોસની સિએટલ સ્થિત ઓફિસમાં આશરે 1.25 કરોડ રુપિયામાં બુલેટપ્રૂફ કાચ લગાવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મિલિટ્રી રાઈફલથી નિશાન લગાવવા પર પણ આ કાચને કોઈ નુકસાન પહોંચાડી શકાતું નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર બુલેટપ્રૂફ કાચ બેજોસની સુરક્ષા માટે લગાવવામાં આવ્યા છે. બેજોસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની નેટવર્થ 120 અબજ ડોલર છે. આ જ દર્શાવે છે કે બેજોસ પોતાની સુરક્ષાને લઈને કેટલી તૈયારીઓ કરી શકે છે. જેમ-જેમ સાર્વજનિક જીવનનું વર્તુળ વર્તુળ તેમનું વધી રહ્યું છે, તેમ તેમને મળનારી ધમકીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. એમેઝોન પોતાના બોસની સુરક્ષા પર દર વર્ષે મસમોટો ખર્ચો કરે છે.

એપલે પોતાના સીઈઓ ટિમ કુકની પર્સનલ સુરક્ષા પર ગત વર્ષે 3,10,000 ડોલરનો ખર્ચ કર્યો, જ્યારે ઓરેકલે પોતાના સીઈઓ લૈરી એલિસનની સુરક્ષા પર 16 લાખ ડોલરથી વધારે રુપિયાનો ખર્ચ કર્યો છે.

જો કે આ મામલે ફેસબુકે પોતાના સીઈઓ માર્ક ઝુકરબર્ગની પર્સનલ સુરક્ષા પર 2 કરોડ ડોલરનો ખર્ચ કર્યો હતો, જે વર્ષ 2016માં તેમના સુરક્ષા ખર્ચથી ચાર ગણો વધારે હતો. ઉલ્લેખનીય છે કે ફેસબુક સતત વૈશ્વિક સ્તર પર પ્રાઈવસી અને સુરક્ષાના વિવાદોમાં ફસાયેલું રહે છે. એમેઝોનના દિગ્ગજ સુરક્ષા સલાહકાર ગવિન ડિ બેકરે એક લેખ લખ્યો હતો. આ લેખમાં તેમણે દાવો કર્યો હતો કે સાઉદી અરબે બેજોસનો સ્માર્ટફોન હેક કર્યો હતો. તેમણે એ પણ દાવો કર્યો કે સાઉદી અરબે તેમના લગ્નેતર સંબંધોની જાણકારીને એક મીડિયા કંપની સાથે શેર કરી હતી.

બેકરે પોતાના લેખમાં લખ્યું હતું કે એક અમેરિકી સમાચાર પત્રમાં જમાલ ખશોગીની હત્યા સાથે જોડાયેલા સમાચારો છપાયા બાદ સાઉદી અરબથી જેફ બેજોસને ખતરો છે. તે સમાચાર પત્રની માલિકી બેજોસ પાસે છે. ખશોગીની હત્યા ઓક્ટોબર 2018માં તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં સાઉદી વાણિજ્ય દૂતાવાસમાં થઈ હતી.

બેકરે કહ્યું કે અમારા નજીકના સૂત્રો અને ઘણા દિગ્ગજોએ પૂરા વિશ્વાસ સાથે એ વાત પર સહમતિ વ્યક્ત કરી કે સાઉદી અરબે બેજોસના ફોન સુધી પોતાની પહોંચ બનાવી લીધી હતી. તેણે બેજોસની પર્સનલ જાણકારીઓ પણ મેળવી લીધી હતી. બેજોસે પોતાના ફોનથી જે મેસેજ પોતાની ગર્લફ્રેન્ડ લોરીન સાંચેજને મોકલ્યા હતા, તેને ઓક્ટોબરમાં એક સમાચાર પત્રમાં છાપી દેવામાં આવ્યા હતા. જો કે સાઉદી અરબે આ આરોપોનું ખંડન કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]