એનસીએલટીએ આઈએલએન્ડએફએસ, સમૂહ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી પર રોક લગાવી

રાષ્ટ્રીય કંપની એનસીએલએટીએ આજે આઈએલએન્ડએફએસ તેમજ સમૂહની અન્ય કંપનીઓ વિરુદ્ધ તમામ પ્રકારની કાર્યવાહી પર આવતા આદેશ સુધી રોક લગાવી દીધી છે. કોર્પોરેટ કાર્ય મંત્રાલયની અતીઆવશ્યક અરજી પર સુનાવણી બાદ અપીલીય ન્યાયાધિકરણે આ આદેશ આપ્યો છે.

એનસીએલટીની મુંબઈ પીઠે મંત્રાલયની આઈએલએન્ડએફએસ તેમજ તેની સહાયક એકમો દ્વારા લેવામાં આવેલા ઉધાર પર 90 દિવસની રોકના આગ્રહ વાળી અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ અપીલીય ન્યાયાધિકરણમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ન્યાયાધીશ એસ જે મુખોપાધ્યાયની અધ્યક્ષતા વાળી બે સદસ્યીય એનસીએલટી પીઠે આઈએલએન્ડએફએસને પાંચ નાણાકિય સંસ્થાનોથી 90 દિવસની રોક ટે સરકારની અરજી પર જવાબ આપવા જણાવ્યું.

એનસીએલએટીએ જણાવ્યું કે આવતા આદેશ સુધી આઈએલએન્ડએફએસ તેમજ તેના 348 સહાયક એકમો વિરુદ્ધ કોઈપણ અદાલત અથવા ન્યાયાધિકરણમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી પર રોક લગાવવામાં આવે છે. અપીલીય ન્યાયાધિકરણ આ મામલે આગળની સુનાવણી 13 નવેમ્બરના રોજ કરશે.

આઈએલએન્ડએફએસના વકીલે પોતાની દલીલમાં જણાવ્યું કે જો રોકની મંજૂરી ન આવે તો કંપનીએ આખા દેશમાં 70 થી 80 જેટલા કેસનો સામનો કરવો પડશે. રોકથી નવા નિદેશક મંડળને દેવામાં ડુબેલી કંપની માટે તેજીથી સમાધાન યોજના તૈયાર કરવામાં મદદ પ્રાપ્ત થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]