લિક્વિડિટીમાં વધારો, NBFC એ બીજીવાર લોન આપવાનું શરુ કર્યું

નવી દિલ્હીઃ નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ થોડા સમય પહેલા સુધી લોન આપવામાં સુસ્તી દેખાડતી હતી પરંતુ હવે તેમણે પોતાનું વલણ નરમ રાખતા ફરીથી લોન આપવાનું શરુ કર્યું છે. એનબીએફસીને મ્યૂચ્યુઅલ ફંડથી ઉધાર મળવાનું શરુ થઈ ગયું છે અને એસેટ્સ સેલ્સથી લોકો પાસે કેશ વધી છે આનાથી આમની લિક્વિડિટીની સ્થિતિ વધારે મજબૂત બની છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં એનબીએફસીએ લિક્વિડિટી સંબંધિત સમસ્યાને લઈને લોન આપવાનું ઘટાડી દીધું હતું.

એનબીએફસી લોન બિઝનેસ સામાન્ય બની રહ્યો છે. કંપનીઓએ લોન આપવાનું અને ત્યાં સુધી કે તેને મંજૂરી આપવાનું શરુ કરી દીધું છે. એવામાં આશાઓ રાખવામાં આવી રહી છે કે જાન્યુઆરી સુધી આ વર્ષના ડિસેમ્બરના સ્તર સુધી પહોંચી જશે. એનબીએફસી સંકટની સૌથી વધારે અસર ઓક્ટોબરમાં જોવા મળી હતી.

દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન, આઈઆઈએફએલ હોલ્ડિંગ, ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ સહિત તમામ કંપનીઓએ ગત કેટલાક સપ્તાહમાં લોન આપવાનું શરુ કરી દીધું અને કેટલાક મામલાઓમાં નવા ક્રેડિટ કાર્ડને પણ મંજૂરી આપી દીધી છે. ઓક્ટોબર બાદથી એનબીએફસીએ લોન આપવાનું ઓછું કરી દીધું. દીવાન હાઉસિંગ અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગે ઈટીના મેઈલથી મોકલવામાં આવેલા સવાલોના જવાબ નહોતા આપ્યા.

આઈએલએન્ડએફએની લોન ચૂકવી શકવામાં ડિફોલ્ટ કરવાથી ઈન્વેસ્ટર્સને વિચારતા કરી દીધા હતા કે જે એનબીએફસીમાં વધારે પૈસા લગાવવાથી દૂર થઈ ગયા હતા. ઘણા એનબીએફસી એસેટ લાયબિલિટીની મેચીંગની સમસ્યા સામે ઝઝુમી રહી હતી જેમાં સૌથી વધારે ભાગ શોર્ટ-ટર્મ બોરોઈગ્સનો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આનાથી પોર્ટફોલિયો અને બોન્ડ સેલ્સથી કેશ ફ્લો વધારે સારો થયો છે. આનાથી હોમ લોન અને એમએસએમઈ લોનને બીજીવાર આપવામાં મદદ પ્રાપ્ત થશે.

તેમણે જણાવ્યું કે સૌથી વધારે ઓછા ખર્ચ વાળી હાઉસિંગ લોનને આપવામાં આવી રહી છે. ડિફોલ્ટ થવાનો ખતરો પણ ઓછો થઈ ગયો છે. આગળ આવનારા ત્રિમાસીક ગાળામાં આ સ્થિતી વધારે સુધરશે કારણકે નવી લોન વિતરણની અસર દેખાવાની શરુ થઈ ગઈ છે. આઈઆઈએફએલ હોલ્ડિંગ, દીવાન હાઉસિંગ અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ જેવી કંપનીઓએ પોતાના સારા લોન પોર્ટફોલિયોને મોટી બેંકોને વેચી દીધા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]