મૂકેશ અંબાણીઃ 5જી નેટવર્કનું ટ્રાયલ રન અમે શરુ કર્યું

નવી દિલ્હીઃ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018માં ભાગ લેવા આવેલા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે આજે ભારત દુનિયાની સૌથી તેજ ગતિથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થાઓ પૈકી એક છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં દેશનો વિકાસ તેજ ગતિથી થયો છે. મોદીએ સૌથી વધારે ટ્રાંસફોર્મેટિવ પરિવર્તન કર્યા છે.

ભારતમાં 5જી નેટવર્કની સેવા દુનિયા ઘણા દેશો કરતા પહેલાં શરુ થઈ જશે. મૂકેશ અંબાણીએ જણાવ્યું કે અત્યારે નવી મુંબઈમાં 5જીનું ટ્રાયલ રન કરવામાં આવી રહ્યું છે.

મૂકેશ અંબાણીએ જણાવ્યું કે વર્લ્ડ બેંકના રીપોર્ટ અનુસાર વર્ષ 2021 સુધી ભારત ગરીબી અંતર્ગત રહેનારી 3 ટકાથી પણ ઓછી આબાદી હશે. યૂનાઈટેડ નેશનલ રિપોર્ટ અનુસાર છેલ્લા ઘણા વર્ષોમાં 27.10 કરોડ લોકોને ગરીબીમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ છે. આ ભારત માટે ઐતિહાસિક ઉપ્લબ્ધિઓ પૈકી એક છે. આનો શ્રેય ભારતીય નાગરિકને જાય છે.

આ પ્રસંગે ઉપસ્થિત ભારતી એરટેલના ચેરમેન સુનીલ મીત્તલે જણાવ્યું કે અમે દેશને સસ્તા ભાવે સારી ટેલીકોમ સેવા આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

તો આ સાથે જ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં ભાગ લેવા માટે પહોંચેલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બીરલાએ જણાવ્યું કે અમે ગ્રાહકોને સારી સેવા આપી રહ્યા છીએ અને આગળ આઈડિયા અને વોડાફોનના મર્જ થયા બાદ સારી સુવિધા પ્રદાન કરવામાં આવશે.