મૂકેશ અંબાણીની RIL પાકિસ્તાનની જીડીપીના અડધા ભાગ બરાબર, વિશ્વની ટોચની 10 કંપનીઓમાં શામેલ

નવી દિલ્હીઃ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મૂકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) એ દેશની પહેલી કંપની છે, જેની માર્કેટકેપ ગુરુવારે 10 લાખ કરોડને પાર કરી ગઈ છે. આરઆઈએલ હવે એટલી મોટી કંપની બની ગઈ છે કે તેનું મૂલ્ય પાકિસ્તાનના જીડીપીના અડધા જેટલું છે. પાકિસ્તાનની કુલ જીડીપી આશરે 23 લાખ કરોડ રૂપિયા છે.

આપણાં દેશની જીડીપીની તુલનામાં તે લગભગ 5.26 ટકા છે. ભારતની કુલ જીડીપી 190 લાખ કરોડ રૂપિયા છે. વિશ્વના 156 દેશો એવાં છે જેમની જીડીપી આરઆઈએલ કરતાં ઓછી છે. છેલ્લા 30 વર્ષોમાં કંપનીનું બજાર મૂલ્ય 60 હજાર ટકા વધ્યું છે.

2005ના ઓગસ્ટમાં કંપનીનું માર્કેટ કેપ 1 લાખ કરોડ હતું. 14 વર્ષમાં માર્કેટ કેપ 10 ગણો વધી છે. 1 લાખ કરોડથી 5 લાખ કરોડની કંપની બનવામાં આરઆઈએલને 12 વર્ષ લાગ્યાં છે. જુલાઈ 2017માં તેની માર્કેટ વેલ્યુ 5 લાખ કરોડ રૂપિયા હતી. છેલ્લા બે વર્ષમાં તેની માર્કટ મૂલ્ય બમણી થઈ ગઈ છે. મૂકેશ અંબાણીની હાલની સંપત્તિ 61 અબજ ડૉલર છે, જ્યારે 2017માં તેમની કુલ સંપત્તિ 23 અબજ ડૉલર હતી.

જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હજી હજી લાંબી મજલ કાપવી છે. માર્કેટ કેપના મામલે તે વિશ્વની ટોચની 10 કંપનીઓમાં નવમા ક્રમે છે. મૂલ્યની દ્રષ્ટિએ, સાઉદી અરામકો 1700 અબજ ડોલરની વિશ્વની સૌથી મોટી કંપની છે. એપલ 1190 અબજ ડોલરની કિંમત સાથે બીજા સ્થાને છે, ત્રીજા સ્થાને માઇક્રોસોફ્ટ છે, જેનું મૂલ્ય 1162 અબજ ડોલર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું નવમા નંબરે 140 અબજ ડોલર અને શેવરોન આઠમા ક્રમે માર્કેટ કેપ છે, જેનું માર્કેટ કેપ 223 અબજ ડોલર છે.

વેલ્યુની વાત કરીએ તો 7..8 લાખ કરોડના મૂલ્યવાળી ટીસીએસ બીજા, એચડીએફસી બેંક 9.9 લાખ કરોડના મૂલ્ય સાથે ત્રીજા, હિન્દુસ્તાન યુનિલિવર 4.5. 4.5 લાખ કરોડના મૂલ્ય સાથે ચોથા અવે દસમા ક્રમે ઈન્ફોસીસ છે, જેનું માર્કેટ કેપ રૂ. 2.9 લાખ કરોડ છે. ટોપ -10 માં એકમાત્ર જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈ છે, જેની માર્કેટ કેપ 1.૧ લાખ કરોડ છે અને તે સાતમા ક્રમે છે.

કંપનીએ પોતાના વિકાસ માટે લોનનો ઉપયોગ કર્યો હતો. રોકાણકારો પણ એકસમયે ચિંતિત હતાં. નાણાકીય વર્ષ 2009માં કંપની પર કન્સોલિડેટેડ ડેટ (જૂથ સ્તરે કન્સોલિડેટેડ ડેટ) રૂ. 72,256 કરોડ હતું, જે આ વર્ષે 31 માર્ચ સુધી 277 ટકા વધીને રૂ. 2.87 લાખ કરોડ થયું છે. કંપનીએ તેને ઘટાડવાનું વચન આપ્યું છે. કંપનીએ કહ્યું છે કે 2021 સુધીમાં તે દેવામુક્ત થઈ જશે. રિલાયન્સના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે વૈશ્વિક-વિદેશી દલાલી કંપનીઓ તેના શેરમાં તેજીમાં છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે.