60 ટકાથી વધુ બિલ્ડિંગ પ્રોજેક્ટ ઘોંચમાં, આ રીતે પૂરું થશે ઘરના ઘરનું સ્વપ્ન ?

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધાં પરિવારને ઘરનું ઘર આપવાના સ્વપ્નો સેવી રહ્યાં છે પરંતુ વર્તમાન સમયમાં પરીસ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે વડાપ્રધાનનું આ સ્વપ્ન હમણાં પુરું નહી થઈ શકે. આનું કારણ એ છે કે બિલ્ડિંગ પ્રોજેક્ટને પૂરો કરવામાં મોડું થઈ રહ્યું છે. થોડા સમય પહેલા કરવામાં આવેલા એક સર્વે અનુસાર 60 ટકાથી વધારે રહેણાંક પ્રોજેક્ટ નક્કી થયેલા સમયમાં પૂરા નથી થઈ રહ્યાં અને કેટલાય વર્ષોથી આ પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યાં છે.

રીયલ એસ્ટેટ રીસર્ચ ફર્મની સંસ્થા ફાઈટ ફોર રેરાએ આ સર્વે કર્યો છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે જ્યાં 60 રહેણાંક પ્રોજેક્ટ મોડા તૈયાર થઈ રહ્યા છે ત્યાં જ ફ્લેટ્સ અને એપાર્ટમેન્ટ મળવામાં મોડું પણ થઈ રહ્યું છે જેનો આંકડો 64 ટકા છે. સર્વે અનુસાર 30 ટકાથી વધારે નિર્માણાધીન રહેણાંક પ્રોજેક્ટ 2 અથવા તો તેનાથી પણ વધારે વર્ષ મોડા ચાલી રહ્યા છે.

એવા કેટલાય નિર્માણાધીન પ્રોજેક્ટ્સ છે જેના પર છેલ્લા 4 થી 5 વર્ષોથી કામ ચાલી રહ્યું છે. પરંતુ અત્યારે ગતિ ધીમી જ છે. પ્રાપ્ત માહિતી અનુસાર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા આવી પરિયોજનાઓને રાહત આપવા માટે સહયોગ આપવા માટે તૈયાર છે કે જેના પ્રોજેક્ટ લેટ ચાલી છે.