વડાપ્રધાને ત્રિપુરાની જનતાને સાતમું પગારપંચ આપવાનો વાયદો કર્યો

ત્રિપુરાઃ ભારતના વડાપ્રધાન મોદીએ ત્રિપુરાની રેલીમાં પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે દેશમાં 7મું વેતન આયોગ લાગુ થયા બાદ ત્રિપુરામાં ચોથા વેતન આયોગની ભલામણ અનુસાર વેતન આપવામાં આવી રહ્યું છે. વામપંથી સરકારે કર્મચારીઓને પોતાના અધિકારથી વંચિત રાખ્યા છે. વડાપ્રધાને જણાવ્યું કે એવું તો શું કારણ છે કે સરકાર કર્મચારીઓને તેમનો હક્ક નથી આપી રહી. વડાપ્રધાને જણાવ્યું કે ત્રિપુરામાં ભાજપની સરકાર બન્યા બાદ કર્મચારીઓને સાતમા વેતન આયોગની ભલામણોને લાગુ કરવામાં આવશે. અને કર્મચારીઓને તેમનો અધિકાર આપવામાં આવશે.

આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર સાતમા વેતન આયોગની ભલામણો અંતર્ગત કર્મચારીઓની મિનિમમ સેલરીને 7 હજાર રૂપીયાથી વધારીને 18 હજાર રૂપીયા પ્રતિ માસ કરવાને મંજૂરી આપી ચૂકી છે. ત્યાં જ ફિટમેંટ ફેક્ટરને પણ 2.57 ટકા વધારવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

તો આ તમામ બાબતોની વચ્ચે ચીને વડાપ્રધાન મોદીની અરૂણાચલ યાત્રા પર નારાજગી વ્યક્ત કરી છે. ચીનનું કહેવું છે કે તે ભારતમાં આના વિરૂદ્ધ પોતાનો વિરોધ દર્શાવશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું કે ચીનની સરકારે તથાકથિત અરૂણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા આપી નથી. આ વિવાદિત વિસ્તારમાં ભારતીય નેતાની યાત્રાનો ચીન વિરોધ કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]