ટુરિઝમ સેક્ટરમાં 10 કરોડ રોજગાર ઉપલબ્ધ કરાવવાની મોદી સરકારની પહેલ

નવી દિલ્હી- કેન્દ્ર સરકાર પર્યટન ક્ષેત્રમાં 7 હજાર અરબ રૂપિયાની એફડીઆઈ લાવવા ઈચ્છે છે. સરકારની યોજના પર્યટનમાં એફડીઆઆઈ દ્વારા આવનારા પાંચ વર્ષમાં 10 કરોડ રોજગારની જગ્યાઓ ઉપ્લબ્ધ કરાવવાની છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝ અર્થવ્યવસ્થાને સીધી રીતે અસર કરે છે. આ માટે ટુરીઝમ વિભાગ દ્વારા દુનિયાની અનેક ટોચની ટુરીઝમ કંપનીઓ સાથે વાત કરવામાં આવી છે.

ટુરિઝમ મંત્રાલય હોટલ ઈન્ડસ્ટ્રીઝની 5 સ્ટાર હોટલોને જીએસટી રેટને 4 થી 5 ટકા સુધી રેશનલાઈઝેશન કરવાની માંગણી પર પણ વિચાર કરશે. તો આ સિવાય નેશનલ ટુરિઝમ ઓથોરિટી બનાવવાની માંગણી પર પણ સરકાર વિચાર કરી રહી છે. પર્યટન સંબંધીત વાતોને વેગ આપવા માટે એક રેગ્યુલેટરી ઓથોરિટી હશે, આ ઓથોરિટીનું કામ બેડ, જમવાનું અને અન્ય આવશ્યક વસ્તુઓ માટેના માપદંડો નક્કી કરવાનું હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]