મોદી સરકારની હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કીમ 15 ઓગસ્ટે થઈ શકે છે લોન્ચ

નવી દિલ્હીઃ મોદી સરકારની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય વિમા યોજનાને આ વર્ષે 15 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ માટે પ્રતિ પરિવાર વધારેમાં વધારે 1,082 રૂપિયાના પ્રીમિયમનો સંકેત આપ્યો છે. નીતિ આયોગ એક વર્ષ અથવા ત્રણ વર્ષ માટે પ્રીમિયમ નક્કી કરવા બાબતે વિચાર કરી રહ્યું છે.

નીતિ આયોગે પ્રતિ પરિવાર 1,082 રૂપિયાના જેટલા પ્રીમિયમનો સંકેત આપ્યો છે. ઈન્શ્યોરન્સ કંપની પસંદ કરવા માટે રાજ્ય સરકાર અલગ-અલગ ટેન્ડર જાહેર કરશે. વીમા કંપનીઓનું માનીએ તો પ્રીમિયમની રકમ અલગ અલગ રાજ્યોમાં અલગ-અલગ હોઈ શકે છે. ટેન્ડર દ્વારા પ્રીમિયમ નક્કિ કરવા પર આ તેવા રાજ્યોમાં માટે વધારે શકે છે કે જ્યાં વધારે ક્લેમ થતા આવ્યા છે.

આરએસબીવાય સ્કીમમાં કંપનીઓનો અલગ અલગ રાજ્યોમાં અલગઅલગ એક્સપીરિયન્સ રહ્યો હતો. આ અંતર્ગત કેરળમાં વીમાં કંપનીઓ 738 રૂપિયાનું વધારે પ્રીમિયમ ચાર્જ કરતી હતી. આરએસબીવાયમાં પ્રીમિયમની સીમા 750 રૂપિયા નક્કી કરવામાં આવી હતી જ્યારે તેમાં એવરેજ પ્રીમિયમ 345 હતું.