રોડ પ્રોજેક્ટ્સ માટે વૃદ્ધો પાસેથી મદદ લેવાની તૈયારીમાં મોદી સરકાર

નવી દિલ્હીઃ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈંડિયા ફંડ વધારવા માટે વરિષ્ઠ નાગરિકો તરફ નજર કરી રહી છે. સડક પરિવહન અને હાઈવે મંત્રાલય વરિષ્ઠ નાગરિકો અને પેંશનર્સ માટે બોન્ડ્સ જાહેર કરવા માટે જલ્દી જ કેબિનેટ પાસેથી મંજૂરી લેવાની તૈયારીમાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર NHAI બોર્ડે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને હવે મંત્રાલય આ પ્રસ્તાવને કેબિનેટમાં પાસ કરાવવા માટેની કોશિશ કરશે. NHAI દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં 7.5 ટકા કુપન દર પર 10 વર્ષના બોન્ડ્સ દ્વારા 10 હજાર કરોડ રૂપીયા એકત્ર કરવાની કોશીષમાં છે. જો કે તેમના દ્વારા એ જણાવવામાં આવ્યું નથી કે આ બોન્ડ્સ ટેક્સ ફ્રી હશે કે નહી.

ચાલુ નાણાકિય વર્ષમાં NHAI મસાલા બોન્ડ્સ સહિત અન્ય બોન્ડ્સ દ્વારા 59 હજાર કરોડ રૂપીયા એકત્ર કરશે. ઓથોરિટી 25 હજાર કરોડ રૂપીયા લાઈફ ઈંશ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈંડિયા અને ઈપીએફઓ પાસેથી પ્રાપ્ત કરી ચૂકી છે.

સરકારી અનુમાન અનુસાર 2.09 લાખ કરોડ રૂપીયા બજારમાંથી મળી શકે છે. 1.06 કરોડ ખાનગી રોકાણ અને 2.19 લાખ કરોડ સેંટ્રલ રોડ ફંડ અને ટોલ ઓપરેટ ટ્રાંસફર મોડલ પાસેથી પ્રાપ્ત થશે.