આવતા મહિનાથી મોબાઈલ ફોન થશે મોંઘા, જાણો કારણ…

નવી દિલ્હીઃ જો તમે દીવાળી પર નવો મોબાઈલ ફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો થોડો વહેલા ખરીદી લો. કારણ કે આવતા મહીનાથી મોબાઈલ ફોન ઓછામા ઓછા 10 ટકા સુધી મોંઘા થવા જઈ રહ્યા છે. ઓછા ભાવના સ્માર્ટ ફોન અને ફીચર ફોનના ભાવ 12 ટકા સુધી વધી શકે છે. મોબાઈલ ફોન કંપનીઓ ઓક્ટોબરથી મોબાઈલ ફોનની કીંમત વધારવા જઈ રહી છે. ડોલરના મુકાબલે રુપીયાના મૂલ્યમાં જે ઘટાડો થયો છે તેના કારણે મોબાઈલ નિર્માતા કંપનીઓનો પ્રોડક્શન ખર્ચ સતત વધી રહ્યો છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ડોલરના મુકાબલે રુપિયાના મુલ્યમાં જે ઘટાડો થયો છે તેનાથી પ્રોડક્શન ખર્ચમાં વધારો થયો છે. અને એટલા માટે જ આ મહિનાના અંત સુધીમાં અથવા તો આવતા મહિનાની શરુઆતમાં મોબાઈલ ફોનના ભાવમાં વધારો થશે. મોબાઈલની કીંમતમાં 10 ટકા જેટલો વધારો થઈ શકે છે. અત્યારે જૂના સ્ટોકના ફોન વેચાઈ રહ્યા છે અને નવો સ્ટોક આવશે એટલે નવા વધારવામાં આવેલા નવા ભાવ સાથે ફોન વેચવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ડોલરના મુકાબલે રુપિયાના મૂલ્યમાં ઘટાડો થયો છે એક મહિના પહેલા ડોલરનું મુલ્ય 65 રુપિયા આસપાસ હતું જે અત્યારે વધીને 72ની પાર થઈ ગયો છે. મોબાઈલ ફોન બનાવવા માટેના કેટલાક પાર્ટ્સ ઈમ્પોર્ટ કરવા પડે છે. અને ડોલરની સરખામણીએ રુપિયાના મુલ્યમાં ઘટાડો થયો છે તેના કારણે ઈમ્પોર્ટ થનારા પાર્ટ્સ માટે કંપનીને વધારે પૈસા ખર્ચ થાય છે. મોબાઈલ કંપનીઓ અનુસાર પ્રોડક્શન ખર્ચ જે વધ્યો છે તેને ગ્રાહકોને જ પાસ ઓન કરવો પડશે આમ છતા અમારો પ્રયત્ન હશે કે ગ્રાહકોને ઓછામાં ઓછો બોજ ઉઠાવવો પડે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]