મોબાઈલ નંબર કંપની બદલવી થશે વધુ સરળ, ટ્રાઈ કરી રહ્યું છે તૈયારી

નવી દિલ્હીઃ જો તમે તમારી વર્તમાન ટેલીકોમ કંપનીની સેવાથી ખુશ નથી તો તમે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી દ્વારા કંપની બદલી શકો છો. અત્યારે પણ આ સેવા ઉપલબ્ધ છે જ પરંતુ આ સેવા જલદી જ વધુ સરળ બની શકે છે. ટેલીકોમ ટેલીકોમ રેગ્યૂલેટરી ટ્રાઈ આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવાની તૈયારી કરી રહી છે.

એમએનપી પ્રણાલીને વધુ સરળ કરવા માટે ટ્રાઈ દ્વારા અત્યારે કામ કરવામાં આવી રહ્યું છે. ટ્રાઈના ચેરમેન આર.એસ શર્માએ જણાવ્યું કે આ મહિનાના અંત સુધીમાં એમએનપી મુદ્દા પર એક સલાહપત્ર જાહેર કરવામાં આવશે. શર્માએ જણાવ્યું કે તેનો ઉદ્દેશ્ય એમએનપીમાં લાગનારા સમયને ઓછો કરવાનો છે. મહત્વનું છે કે અત્યારે તમારે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી કરાવવી હોય તો આશરે 7-8 દિવસ જેટલો સમય લાગે છે.

શર્માએ જણાવ્યું કે અમે આ પ્રક્રિયાને વધુ તેજ કરવા માટે એક સલાહ પત્ર લાવવા જઈ રહ્યા છીએ. આનો મુખ્ય ઉદ્દેશ્ય આ પ્રક્રિયામાં લાગનારા સમયને ઓછો કરવાનો છે અને કેટલાક જરૂરી બદલાવ પણ લાવવાના છે. તેમણે જણાવ્યું કે અત્યારે અમે એના પર કામ કરી રહ્યા છીએ. આ કામ જેવું પૂર્ણ થાય કે તરત જ એક સલાહપત્ર જાહેર કરીશું.

આપને જણાવી દઈએ કે ટ્રાઈએ એમએનપી દરને અત્યારે 79 ટકા જેટલું ઓછો કરી નાંખ્યો છે. અત્યારે એમએનપી દર ઘટી ચૂક્યો છે અને અત્યારે તે વધારેમાં વધારે 4 રૂપિયા છે.

શું છે એમએનપી?

એમએનપી એક એવી પ્રણાલી છે જેના દ્વારા આપ આપનો મોબાઈલ નંબર બદલ્યા વગર જ પોતાની મોબાઈલ નંબર કંપની બદલી શકો છો. વર્તમાન સમયમાં આ સુવિધાનો લાભ 7-8 દિવસના પ્રોસેસિંગ ટાઈમ બાદ મળે છે. આ સમયને ઘટાડવા માટે ટ્રાઈ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]