તમને ખબર છે 6 વર્ષમાં કેટલા ટકા સસ્તો થયો ડેટા? 2023 સુધીમાં તો…

નવી દિલ્હી- સરકારના સતત પ્રયત્નો અને રિલાયન્સ જિઓ જેવી ખાનગી કંપનીઓને કારણે દેશમાં ડેટા છેલ્લાં 6 વર્ષમાં ડેટા પેક સારા એવાં સસ્તા થયાં છે. ડેટા સસ્તા થવાને કારણે ઈન્ટરનેટના વપરાશકર્તાઓની સંખ્યામાં પણ ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. મેકિન્જીના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. તેમાં જણાવ્યાં મુજબ

છ વર્ષમાં ડેટા 95 ટકા સ્સતો થઈ ગયો છે. મેકિન્જી ગ્લોબલ ઈન્ડસ્ટીટ્યૂટએ ‘ડિજિટલ ઈન્ડિયા ટેકનોલોજી ટૂ ટ્રાન્સફોર્મ અ કનેક્શન નેશન’ રિપોર્ટ જાહેર કર્યા છે. એમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં ડેટા સતત સસ્તા થવાથી વર્ષ 2023 સુધીમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં અંદાજે 40 ટકાનો વધારો થશે.

રિપોર્ટ અનુસાર આ સમય દરમિયાન સ્માર્ટફોન ધારકોની સંખ્યા પણ બમણી થઈ જશે. સરકારની મદદથી અર્થવ્યવસ્થાને ડિજિટલ બનાવવામાં મદદ મળશે. રિલાયન્સ જિઓ જેવી ખાનગી કંપનીઓને કારણે 2013થી ડેટા ખર્ચમાં 95 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

રિપોર્ટમાં કહેવમાં આવ્યું છે કે, મુખ્ય ડિજિટલ ક્ષેત્ર 2025 સુધીમાં બમણુ વધીને 355થી 435 અબજ ડોલરનું થઈ જશે. ભારત ડિજિટલ ગ્રાહકો માટે સૌથી જડપથી વધતા બજારોમાંથી એક છે. દેશમાં 2018 સુધી ઈન્ટરનેટના 56 કરોડ ગ્રાહકો હતાં, જે માત્ર ચીન કરતા જ ઓછા છે.

રિપોર્ટ અનુસાર દેશમાં મોબાઈલ ડેટા યૂઝર પ્રતિ મહિને સરેરાશ 8.30 જીબી ડેટાનો ઉપયોગ કરે છે. ભારત કોઈ પણ અન્ય દેશોની તુલનામાં વધુ તેજીથી ડિજિટલ થઈ રહ્યું છે.  રિપોર્ટ અનુસાર ખાનગી ક્ષેત્રના ઈનોવેશને લાખો ગ્રાહકો  સુધી ઈન્ટરનેટ ઈનેબલ સેવાઓ પહોંચાડવામાં મદદ કરી છે. ઓનલાઈ સેવાઓનો ઉપયોગને વધુ સરળ બનાવ્યો છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 2023 સુધીમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા વધીને 83.50 કરોડ થવાનો અંદાજે છે. ભારતમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા અંદાજે 40 ટકાના વધારા સાથે 2023 સુધીમાં 75થી 80 કરોડ પર પહોંચી જશે. આ દરમિયાન સ્માર્ટફોનની સંખ્યા પણ વધીને 65થી 70 કરોડ થઈ જશે.

રિપોર્ટ અનુસાર દેશમાં સોશિયલ મીડિયા યૂઝર સરેરાશ આ પ્લેટફોર્મ પર દર સપ્તાહે 17 કલાક જેટલો સમય વિતાવે છે. આ ચીન અને અમેરિકાની તુલનામાં વધારે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]