અનોખું Airless ટાયર, જેને ન હવા ભરાવવાની કે ન પંક્ચર કરાવવાની જરુર પડશે

નવી દિલ્હીઃ મિશેલિન અને જનરલ મોટર્સે નવી જનરેશનનું એક ટાયર રજૂ કર્યું છે જેમાં હવા નથી ભરાવવી પડતી, અને ત્યાં સુધી કે આ ટાયર પંક્ચર પણ નથી થતું. આ ટાયરને અપટિસ નામ આપવામાં આવ્યું છે અને આ સતત અને કોઈપણ યાત્રા માટે યોગ્ય વિકલ્પ છે અને જલદી જ આ ટાયરને સામાન્ય વાહનોના ઉપયોગ માટે રજૂ કરવામાં આવશે.

આ ટાયરને જોઈન્ટ રીસર્ચ એગ્રિમેન્ટ અંતર્ગત બનાવવામાં આવ્યા છે જેના પ્રોટોટાઈપને મૂવિનઓનમાં રજૂ કરવામાં આવ્યું છે. કંપનીનું લક્ષ્ય છે કે પેસેન્જર વાહનો માટે આ ટાયર્સને 2024 સુધી દુનિયાભરમાં ઉપલબ્ધ કરાવવામાં આવે. મિશેલિન અને જીએમ આ અપટિસ ટાયરના પ્રોટોટાઈપને ટેસ્ટ કરી રહી છે અને આ ટેસ્ટિંગ શેવરોલે બોલ્ડ ઈવી અને આ વર્ષના અંત સુધી બંન્ને કંપનીઓ બોલ્ટ ઈવી સાથે રોડ પર આ ટાયરનું ટેસ્ટિંગ શરુ કરશે.

પંક્ચર ન થનારા એરલેસ ટાયર પર મિશેલિન છેલ્લા 5 વર્ષથી કામ કરી રહી છે અને કંપનીએ પહેલીવાર આ ટાયરને 2014 માં શો કેસ કર્યું હતું અને આને કોમર્શિયલ ઉપયોગ માટે લાયક બનાવવા માટે કંપનીએ 50 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. આ ટાયના પ્રોટોટાઈપનું એન્જિનિયરિંગ આજના જમાનાનું છે અને વાહનોના બદલતા રુપના હિસાબથી અપટિસ બિલકુલ ઉપયુક્ત છે. ભલે તે ઓટોનોમસ હોય કે પછી ઈલેકટ્રિક, સર્વિસ આપનારા હોય કે પેસેન્જર વાહન હોય, આ ટાયરનું મેન્ટેનન્સ ઝીરો છે અને આ તમામ વાહનોને કોઈપણ પ્રકારના અવરોધ વગર ચલાવવા માટે બનાવ્યું છે.

અપટિસનું ફોર્મેટ અલગ છે અને બીજા પ્રકારના મટિરિયલને મીક્સ કરીને બનાવવામાં આવ્યું છે, જેનાથી આ કારનો ભાર ઉઠાવવા માટે અને સાથે તે જ સમયે રોડ પર યોગ્ય રીતે પકડ બનાવી રાખવા માટે સક્ષમ છે. આખી દુનિયામાં 200 મિલિયન ટાયર્સ દર વર્ષે સમય કરતાં પહેલા જ ખરાબ થઈ જાય છે, જેના કારણે પંક્ચર થવું, રોડ પર આવનારા હર્ડલ્સથી થનારુ નુકસાન અને અપર્યાપ્ત હવા છે જે ટાયરને ખરાબ કરે છે. આ ટાયર બંન્ને કંપનીઓના વાયદા અનુસાર ખરેખર ગ્રાહકો માટે ટકાઉ અને સુરક્ષિત છે.

આ ટાયર્સની કીંમત તો વધારે જ હશે પરંતુ જોવાનું એ રહેશે કે ઉત્પાદન સુધી પહોંચતાં જ ટાયરની કીંમત કેટલી થશે.