અમેરિકા-ચીન ટ્રેડવોરથી ભારતીય શેરબજારમાં હાહાકાર, નિફ્ટી 10,000થી નીચે સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો

નવી દિલ્હીઃ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર છેડાયા બાદ શેરબજારમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરો વાળા સૂચકાંક સેન્સેક્સ 355 પોઈન્ટથી વધારે નીચે આવીને 32,650 પર ખુલ્યો તો નેશનલ સ્ટોક એક્સચેંજના શેરોના 50 શેરોના સૂચકાંકવાળો નિફ્ટી 10 હજારથી વધારે અંક ગગડ્યો હતો અને 9 હજાર 968 અંકથી વેપાર શરુ કર્યો હતો.

બજારમાં હાહાંકાર મચી જવાનું સૌથી મોટુ કારણ આઈટી શેરોમાં આવેલી નરમાશ છે. આવું અમેરિકાની સંસદમાં રજૂ થયેલા એક બિલના કારણે થયું જેમાં અમેરિકી ગ્રાહકોની મદદ માટે વિદેશમાં સ્થિત કોલ સેન્ટર પર કડકાઈ રાખવાનું પ્રાવધાન છે.

તો આ તરફ અમિરકામાં પણ આઈટી બાદ મેટલ સેક્ટરને ડોનાલ્ડ ટ્રંપે નીશાને લીધું છે જેના કારણે 6 ટકા જેટલા શેરો તૂટ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન ભારત સહિત વિશ્વના દેશો અને WTOના વિરોધની અવગણના કરીને પોતાના ત્યાં આયાત થતા સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકા જકાત લાદી દીધી છે. ટ્રમ્પના આ પગલાથી ભારતની સ્ટીલ ઈન્ડસ્ટ્રી પર અસર પડી શકે છે પરંતુ સ્ક્રેપ ટ્રેડરોને વધારે નુકસાન થઈ શકે છે. ટ્રમ્પે આ અગાઉ H1B  વિઝાની બાબતમાં પણ પ્રીમિયમ પ્રોસેસિંગ રોકતા ભારતીય આઈટી સેક્ટર ટેન્શનમાં આવી ગયું હતું. આઈટી સેક્ટર પછી હવે ટ્રંપના નીશાને ભારતીય મેટલ સેક્ટર આવ્યું છે.

અમેરિકાના આ નિર્ણયની તાત્કાલિક અસર ભારતીય શેરબજાર પર પડી છે. સ્ટોક માર્કેટમાં મેટલ સેક્ટરની કંપનીઓના શેરો 6 ટકા સુધી ગગડ્યા છે. બીએસઈ મેટલ ઈન્ડેક્સમાં સૌથી વધુ ઘટનારા મેટર શેરોમાં સેઈલ 6.40 ટકા, જિન્દાલ સ્ટીલ 5.24 ટકા, ટાટા સ્ટીલ 4.66 ટકા ગગડ્યા હતા એનએસઈના મેટલ ઈન્ડેક્સ શેરમાં 1.81 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઈન્ડેક્સમાં શામેલ 15 પૈકી 13 શેરો ઘટીને બંધ રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]