લોન્ચ થઈ મારુતી સુઝુકી XL6, શરુઆતી કીંમત 9.79 લાખ રુપિયા…

નવી દિલ્હીઃ મારુતી સુઝુકી XL6 આજે ભારતીય બજારમાં લોન્ચ થઈ ગઈ છે. આ 6 સીટવાળી પ્રીમિયમ MPV કાર છે. Maruti XL6 કંપનીની 7 સીટર અર્ટિગા પર આધારિત છે, પરંતુ આનું સ્ટાઈલિંગ અર્ટિગાથી ખૂબ અલગ છે. XL6 ને મારુતી સુઝુકીની પ્રીમિયમ ડીલરશિપ નેક્સાથી વેચવામાં આવશે. આ પ્રીમિયમ એમપીવીની શરુઆતી કીંમત 9.5 લાખ રુપિયા આસપાસ રહેવાની સંભાવના છે.અર્ટિગાના મુકાબલે એક્સએલ6 માં નવી એલઈડી હેડલાઈટ્સ, નવા શેપનું બોનેટ અને નવી ડીઝાઈનમાં અર્ટિગાથી મોટી ગ્રિલ આપવામાં આવી છે. મોટી ગ્રિલ અને પ્લાસ્ટિક ક્લૈડિંગ સાથે આપવામાં આવેલી ડિઝાઈનનું બંપર કારના ફ્રંટ લૂકને શાનદાર બનાવે છે. ગ્રિલની વચ્ચે એક લાંબી ક્રોમ પટ્ટી છે, જે હેડલાઈટ યૂનિટમાં એલઈડી ડેટાઈમ રનિંગ લાઈટ્સમાં મળે છે. એક્સએલ 6 માં રુફ રેલ્સ આપવામાં આવ્યા છે.મારુતી એક્સએલ6નું કેબિન બ્લેક કલરમાં છે. આમાં 3 લાઈનમાં 6 સીટો મળશે, જેમાં બીજી લાઈનમાં આર્મરેસ્ટ સાથે બે અલગ-અલગ કેપ્ટન સીટ્સ છે. આ સીવાય આ પ્રીમિયમ કારમાં નવા સ્માર્ટપ્લે સ્ટૂડિયો ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ અને રિયર વોશર-વાઈપર જેવા ફિચર્સ હશે. ટોપ વેરિયન્ટમાં રિવર્સ કેમેરા, લેધર સીટ્સ અને ક્રૂઝ કન્ટ્રોલની સુવિધા પણ મળશે.મારુતી એક્સએલ 6 માં 1.5 લીટર સ્માર્ટ હાઈબ્રિડ પેટ્રોલ એન્જિન હશે. આ સાથે જ 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનું ઓપ્શન મળશે. એન્જિન બીએસ6 એમિશન નોર્મ્સ અનુરુપ છે.