મારુતિ બની યૂટિલિટી વ્હીકલ સેગમેન્ટ લીડર, 2017-18માં 27.53 ટકાનો માર્કેટ શેર

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર કંપની મારૂતી સુઝુકી ઈંડિયાએ જણાવ્યું છે કે કંપનીએ યૂટિલિટી વ્હીકલ્સ સેલ્સમાં લીડરશિપ પોઝિશન પ્રાપ્ત કરી લીધી છે. વર્ષ 2017-18માં કંપનીએ યૂટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં ડોમેસ્ટિક માર્કેટમાં 27.5 ટકાથી વધારેના માર્કેટ શેર પ્રાપ્ત કરી લીધા છે.

કંપનીએ બીએસઈને જણાવ્યું કે વિટારા બ્રીઝા, અર્ટિગા અને એસ-ક્રોસ જેવા મોડલ્સની સફળતાના બળ પર મારૂતી સુઝુકીના યુટિલિટી વ્હીકલ્સનું સેલીંગ વર્ષ 2017-18માં 2,53,759 યૂનિટ્સ થઈ ગયું છે જે ગત વર્ષની તુલનામાં 29.6 ટકા વધારે છે. ગત વર્ષે કંપનીએ યૂટિલિટી વ્હીકલ સેગમેંટમાં 1,95,741 યૂનિટ્સને વેચ્યા હતા.

મારૂતી સુઝુકીના સીનિયર ઈડી આર.એસ. કલસીએ જણાવ્યું કે અમે સાથ આપવા બદલ અમે અમારા ગ્રાહકોનો આભાર માનીએ છીએ. અત્યારના વર્ષોમાં કંપનીએ વ્યવસ્થિત રીતે પોતાના યૂટિલિટી વ્હીકલના પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે. દરેક પ્રોડક્ટની પોતાની એક જગ્યા છે.

તેમણે જણાવ્યું કે અમારી વિટારા બ્રીઝા, એસ-ક્રોસ અને અર્ટિગાની યૂવી રેંજમાં બેસ્ટ ઓફ ડિઝાઈન, ટેક્નોલોજી અને એક્સપીરિયંસ મળે છે. 2017-18માં વિટારા બ્રીઝાનો સેલીંગ ગ્રોથ 36.7 ટકા રહ્યો જ્યારે એસ-ક્રોસમાં આ ગ્રોથ 44.4 ટકા અને અર્ટિગાનો 4.1 ટકા જેટલો ગ્રોથ રહ્યો. આમાં મારૂતી સુઝુકી એરેના, નેક્સા અને કમર્શિયલ ચેનલ્સ પણ સમાવિષ્ટ છે. વિટારા બ્રીઝા અને અર્ટિગા બ્રાંડને મારૂતી સુઝુકી એરેના દ્વારા વેચવામાં આવી રહી છે. જ્યારે એસ-ક્રોસને નેક્સા શોરૂમથી વેચવામાં આવી રહી છે.