ઘેર બેઠાં મળશે ગોલ્ડ લોન, બે શહેરમાં મળશે ડોરસ્ટેપ સુવિધા, રિસ્ક ઘટાડવાનો હેતુ

નવી દિલ્હીઃ જો ગોલ્ડ લોન લેવી હોય તો હવે તે સરળ બનવા જઈ રહી છે. એક ખાનગી ફાઈનાન્સે ગોલ્ડ લોન માટે ડોર-સ્ટેપ એટલે કે ઘેર બેઠા લોન આપવાની સુવિધાની શરુઆત કરવાની જાણકારી આપી છે. અત્યારે આ સુવિધા દિલ્હી અને મુંબઈના ગ્રાહકોને મળશે. મુંબઈ અને દિલ્હીમાં કંપનીની 50 શાખાઓમાં ડોરસ્ટેપ સુવિધા ઉપલબ્ધ હશે.

આ સુવિધા સૌથી પહેલાં ગત વર્ષે ચેન્નઈ અને બેંગ્લોરમાં શરુ કરવામાં આવી હતી જ્યાં ઉપસ્થિત 107 અને 183 શાખાઓમાં આ સુવિધા સફળ થઈ હતી.

કંપનીના ઓનલાઈન ગોલ્ડ લોન અને સેલ્સ હેડ જોષી દ્વારા માહિતી અપાઈ હતી કે ગ્રાહકોની સુવિધાઓને ધ્યાનમાં રાખવી તે અમારા મૂલ્યોમાં સમાવિષ્ટ છે. અમે સુવિધા અને સુરક્ષા બન્ને વાતોને ધ્યાનમાં રાખતા આ સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યાં છીએ. હવે ગ્રાહકોને પોતાનું સોનું અમારી શાખાઓ સુધી લાવવાની જરુરિયાત નથી. આનાથી ગ્રાહકોનું રિસ્ક ઘટશે અને પૈસા સીધા જ ગ્રાહકોના ખાતામાં જમા થશે.

કંપનીએ જણાવ્યું કે દિલ્હી અને મુંબઈમાં આ સુવિધા લેનારા ગ્રાહકો માટે એક હેલ્પલાઈન પણ શરુ કરવામાં આવી છે. મુંબઈમાં વર્કીંગ અવર્સ દરમિયાન 09072606215 અને દિલ્હીમાં 09072606202 પર ફોન કરીને આ સુવિધાનો ફાયદો લઈ શકાય છે.

કંપનીના બે કર્મચારી ગ્રાહકના ઘરે જઈને સોનાનું મૂલ્યાંકન કરશે. ત્યારબાદ સોનાની જગ્યાએ લોનની રકમ ગ્રાહકના બેંક ખાતામાં એનઈએફટી અથવા આઈએમપીએસના માધ્યમથી ટ્રાન્સફર કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]