વધ્યું મોદી સરકારનું ટેન્શન, આ ડ્યૂટીને લઇને સેમસંગે ટીવી બનાવવું બંધ કર્યું અને…

નવી દિલ્હી– ટેલિવિઝન બનાવવામાં કામ લાગતાં એક ભાગને લઇને મોદી સરકારના નાણાંવિભાગને ચિંતા કરવી પડી રહી છે. કેમ કે ઓપન સેલ એલઇડી પેનલનો મુદ્દો મોદી સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યો છે. જેના ઉકેલ માટે મોદી સરકાર ઇમ્પોર્ટ ડ્યૂટી રદ કરે તેવી સંભાવના ઊભી થઈ છે.

દેશમાં ટીવી બનાવવાને બદલે આસિયાન દેશોમાંથી આ પૂરજો આયાત કરી લેવો સરળ બની જતાં મેક ઇન ઇન્ડિયા ડ્રાઈવને ધક્કો લાગે તેવા સંજોગો ઊભાં થતાં સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યૂટી રદ કરવાનું દબાણ બની રહ્યું છે. ટીવી બનાવતી અગ્રણી કંપની સેમસંગે ભારતમાં ટીવી બનાવવું બંધ પણ કરી દીધું છે.

તે હવે આસિયાન દેશોમાંથી ટીવી આયાત કરે છે અને તેને પગલે એલજી ઇલેકટ્રોનિક્સ પણ એ રસ્તો પકડવાનો વિચાર કરી રહી છે. આ સંજોગોમાં આધિકારિક સૂત્રો દ્વારા જાણવા મળે છે કે ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટ્રીની ભલામણથી સરકાર 5 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી કાઢી નાખવાનો વિચાર કરી રહી છે. અ અંગે અંતિમ નિર્ણય નાણાં મંત્રાલ્યમાં ચર્ચા કર્યા બાદ થઈ શકે છે કારણ કે આ ડ્યૂટી ભારતમાં મેન્યુફેક્ચરિંગને ઉત્તેજન આપવામાં બાધક બની રહી છે.

આસિયાન દેશોમાંથી ટીવી બનાવી આયાત કરવા પર ભારતીય બજારમાં કીમતોમાં સ્પર્ધામાં રહેવા માટે કંપનીઓ ફોરેન ટ્રેડ એગ્રિમેન્ટ રુટથી ઇમ્પોર્ટ કરી શકે છે. તેમ કરવાથી મોટાભાગની આઈટમ્સ પર ડ્યૂટી લાગતી નથી,

આ મુદ્દો સમજવા માટે મંત્રાલય અધિકારીઓ સેમસંગ અને એલજીના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી ચૂકી છે, તેમ જ કન્ઝ્યૂમર ઇલેકટ્રોનિક્સ એન્ડ એમ્પલોઇઝ મેન્યુફેકચર્સ એસોસિએશનના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે. સેમસંગે ઓક્ટોબરમાં ચૈન્નઈ પ્લાન્ટનું કામ સમેટ્યું હતું ત્યાં સુધી ભારતમાં દર વર્ષે લગભગ 10 લાખ ટીવી સેટ બનાવવાની ક્ષમતા હતી.

સીઈએએમએના જણાવ્યાં પ્રમાણે 2018-19ના એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં 6 લાખથી વધુ ટીવી સેટ વિયેટનામથી આયાત થઈ ચૂક્યાં છે. અન્ય દેશોમાં પણ આયાત ચાલુ છે. આપને જણાવીએ કે સરકારે ફેબ્રુઆરી 2018ના બજેટમાં ઓપન સેલ એલઈડી ટીવી પેનલ પર 10ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવી હતી જેને માર્ચમાં ઘટાડીને 5 ટકા કરી હતી. હવે તે પણ નાબૂદ કરવાની દિશામાં સરકાર વિચારી રહી છે.