અમેરિકામાં વેચાયાં જયપુર, ઇન્દોર, હૈદરાબાદ સહિતના રજવાડાના ઘરેણાં, આટલા કરોડમાં વેચાયાં

નવી દિલ્હી- અમેરિકામાં શાહી ભારતીય દાગીનાના સંગ્રહ માટે 10.9 કરોડ ડોલરથી વધુની બોલી લગાવવામાં આવી. ગ્લોબલ હરાજી હાઉસ ‘ક્રિસ્ટિઝ’ ના અનુસાર, આ અત્યાર સુધીમાં કોઈ પણ ભારતીય કલા અથવા જ્વેલરી સંબંધિત આઇટમ માટેની સૌથી મોટી બોલી છે. આ વસ્તુઓમાં 17 કેરેટ ગોળકુંન્ડા હીરા ‘આર્કાટ 2’ નો સમાવેશ થાય છે જે 3,37,500 ડોલર (23.5 કરોડ રૂપિયા) ની કીમતમાં વેચાયો. આ હીરાની માલિકી એક સમયે આર્કાટના નવાબ પાસે હતી.

આ ઉપરાંત, પ્રાચીન હીરાના હારની પણ બોલી લગાવામાં આવી હતી, જેના પર એક સમયે હૈદરાબાદના નિઝામનો માલિકી હક્ક હતો. આ હાર આશરે  2,415,000 ડોલર (રૂ.17 કરોડ) માં વેચાયો. ક્રિસ્ટીઝએ ટ્વિટર પર જણાવ્યું કે, 33 હીરા જડિત હારની 15,00,000 ડોલર (રૂ. 10.5 કરોડ) માં વેચવાની અપેક્ષા હતી.

ઇન્દોરના મહારાજ યશવંત રાવ હૉલકર બીજા સાથે સંબંધિત એક હાર 1.44 કરોડ રૂપિયામાં વેચાયો હતો. આ ઉપરાંત, જયપુરની રાજમાતા ગાયત્રી દેવીના હીરા જડિત એક અત્યંત જૂની રિંગ (વીંટી) રૂ.4.45 કરોડમાં વેચાઈ હતી.

હરાજી ઘર તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહ્યું કે, આ દુર્લભ સંગ્રહ અને વિશેષ રૂપથી તૈયાર ન્યૂયોર્ક પ્રદર્શની ‘મહારાજાઓ અને મુઘલ મેગ્નિફિશેન્સ હરાજીમાં 10 92,71, 875 ડોલરનું વેચાણ થયું જે ભારતીય કલા કે આભૂષણોની થતી હરાજીમાં સૌથી ઉંચી બોલી છે, અને કોઈ પણ ખાનગી આભૂષણ સંગ્રહમાં લાગેલી બીજા નંબરની સૌથી ઉંચી બોલી છે. હાલમાં આ રેકોર્ડ ‘ ધ કલેક્શન ઓફ એલિઝાબેથ ટેલર’ના નામે છે જે 2011માં થયેલી હરાજીમાં કુલ 14.4 કરોડ ડોલરમાં વેચવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]