દરેક એલપીજી ગ્રાહકને મળે છે 50 લાખનો ઈન્શ્યોરન્સ, વાંચો વધુ વિગતો…

નવી દિલ્હીઃ એવા પ્રત્યેક ગ્રાહકો એલપીજી લાઈફ ઈન્શ્યોરન્સના વર્તુળમાં આવે છે કે જેઓ એલપીજી સિલિન્ડર સરકારી લાઈસન્સ પ્રાપ્ત એજન્સી પાસેથી ખરીદે છે. આના માટે ગ્રાહકે કોઈ જ પ્રીમિયમ ભરવું પડતું નથી. આ એક થર્ડ પાર્ટી ઈંશ્યોરન્સ છે. આને ઈન્ડિયન ગેસ, ભારત ગેસ સહિતની કંપનીઓ લે છે.

આ પબ્લિક લાયબિલિટી પોલિસી અંતર્ગત આવે છે. તમામ કંપનિઓ યૂનાઈટેડ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડથી પોતાના ગ્રાહકોનો ઈન્શ્યોરન્સ કરાવે છે. જો કોઈ ગ્રાહકનો સિલિન્ડર બ્લાસ્ટ થાય છે તો તે સ્થિતીમાં ગેસ કંપનીઓને ઈન્શ્યોરન્સ કવરેજ આપવાનું હોય છે. રિપોર્ટ અનુસાર એલપીજી ઈન્શ્યોરન્સ છેલ્લા 25 વર્ષમાં કોઈએ ક્લેમ નથી કર્યો. આનું એક માત્ર કારણ એ છે કે લોકોને આ ઈન્શ્યોરન્સ વિશે ખબર જ નથી હોતી.

એલપીજી સિલિન્ડરથી બ્લાસ્ટ થવાના આંકલનની ત્રણ કેટેગરી હોય છે. આ જ કેટેગરીના આધાર પર ગેસ કંપનીઓ ઈન્શ્યોરન્સ આપે છે. એલપીજી સિલિન્ડરના બ્લાસ્ટની મેક્સિમમ લાયબિલિટીની રકમ 50 લાખ રુપિયા હોય છે. આમાં પ્રતિ વ્યક્તિ લાયબિલિટીની રકમ 10 લાખ રુપિયા હોય છે.

એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થવાથી કોઈપણ વ્યક્તિના મૃત્યુ પર ગેસ કંપની એક ફિક્સ્ડ અમાઉન્ટ આપે છે. આમાં પ્રતિ વ્યક્તિ ડેથ પર 5 લાખ રુપિયા આપવામાં આવે છે.

જો સિલિન્ડર બ્લાસ્ટમાં કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે તેને ઈલાજ માટેનો ખર્ચ આપવો પડે છે અને તેના માટે અધિકતમ 15 લાખ રુપિયા આપવામાં આવે છે. આમાં પ્રતિ વ્યક્તિ નુકસાન 1 લાખ રુપિયા હોય છે. ગેસ કંપનીઓને સૌથી પહેલા 25 હજાર રુપિયા પ્રતિ વ્યક્તિના હિસાબથી તત્કાલ સહાયતા આપવામાં આવે છે.

જો બ્લાસ્ટમાં કોઈ વ્યક્તિની પ્રોપર્ટીને નુકસાન પહોંચે તો પ્રોપર્ટીના નુકસાનના આંકલન બાદ તેની ચૂકવણી કરવામાં આવે છે. જો આપની રજિસ્ટર્ડ પ્રોપર્ટી છે તો આપની પ્રોપર્ટીના આંકલન બાદ 1 લાખ રુપિયા સુધીની રકમ આપવામાં આવે છે.