ચોટીલામાં બનશે વર્લ્ડ ક્લાસ રીસોર્ટઃ લોર્ડ્સ હોટેલ એન્ડ રીસોર્ટનું નવું સાહસ

અમદાવાદઃ ભારતની સૌથી ઝડપથી વિકસતી હોસ્પિટાલિટી ચેઈન લોર્ડ્સ હોટેલ્સ અને રીસોર્ટ હવે ગુજરાતમાં એક રીસોર્ટ બનાવવા જઈ રહ્યું છે. લોર્ડ્સ હોટેલ્સ એન્ડ રીસોર્ટ દ્વારા ચોટીલા ખાતે એક નવું રીસોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ રીસોર્ટનું બાંધકામ 2018ના અંત સુધીમાં શરૂ થઈ જશે. આ એક એવું સેગ્મેન્ટ છે કે જે ઈન્ક્રેડિબલ ઈન્ડિયા ઝૂંબેશ સાથે જોડાયેલું છે.

ચોટીલા નજીક બનનારા આ રીસોર્ટમાં 46 રૂમ હશે. અહીં ચોટીલા દર્શને આવતા લોકો અને સાથે રજાના દિવસોમાં રીસોર્ટમાં એન્જોય કરવા આવતા લોકોને ઉત્કૃષ્ઠ સુવિધા ઉપ્લબ્ધ કરાવવામાં આવશે. આ રીસોર્ટ ફોક થીમ પર બનાવવામાં આવેલું એક અદભૂત રીસોર્ટ હશે જ્યાં મુલાકાતીઓને સારી સુવિધા સાથે એન્જોયમેન્ટ પ્રાપ્ત થશે.

વૈભવી રૂમ અને સ્યુઇટ્સ આપ્યા સિવાય, લોર્ડ્સ રિસોર્ટ ચૉટિલા પણ વેવ પૂલ, મલ્ટિપ્લેક્સ, ગેમિંગ ઝોન, એસપીએ, જિમ અને ફૂડ કોર્ટ્સ સહિત વોટરપાર્ક સહિત મનોરંજક સવલતો આપશે. આ રિસોર્ટ તેના મહેમાનોને બધી આધુનિક સુવિધાઓ અને સંપૂર્ણ સેવાઓ આપશે, જ્યારે રૂમ ટેરિફ બજેટ ફ્રેન્ડલી ભાવો પર જાળવવામાં આવશે. મહેમાનો તેના રેસ્ટોરન્ટમાં બ્લુ કોરિયાઅર ખાતે ઉત્તમ ડાઇનિંગ વિકલ્પોનો આનંદ માણશે.

પોરબંદર, ગીરસોમનાથ અને દ્વારકા જતા પ્રવાસીઓ માટે ચોટીલા રોકાવા માટેનું એક ઉત્તમ સ્થળ બની રહેશે. અહીંયા માત્ર મહેમાનોને જ નહીં પરંતુ ચોટીલા દર્શને આવતા લોકોને પોતાના પરિવાર સાથે એક સારો સમય વીતાવી શકે તે પ્રકારની સુવિધા આપવામાં આવશે.