કેનેરા બેંકે કોલકત્તાની કંપની વિરુદ્ધ 780 કરોડના ગોટાળાનો આરોપ મૂક્યો

કોલકત્તાઃ વધુ એક સરકારી બેંક કેનેરા બેંકે કોલકત્તાની કોમ્પ્યૂટર બનાવનારી કંપની આરપી ઈન્ફોસિસ્ટમ અને તેના ડાયરેક્ટરો વિરૂદ્ધ સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી છે. બેંકે પોતાની ફરિયાદમાં આ લોકોની સંડોવણી લોન ફ્રોડમાં હોવાનો આરોપ લગાવ્યો છે. કંપનીએ બેંક પાસેથી કુલ 780 કરોડ રૂપીયા લીધા છે.

બેંક દ્વારા દાખલ કરવામાં આવેલી ફરીયાદમાં કંપની અને તેના ડાયરેક્ટરો વિરૂદ્ધ બીજા ઓફીસરો સાથે મળીને ગોટાળો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. બેંકનો આરોપ છે કે આ એંટિટીઝે ખોટી સ્ટોક પોઝીશંસ અને અન્ય ખોટા દસ્તાવેજોના આધારે બેંકોના કંસોર્ટિયમમાં લોન લીધી હતી.

કંપની વિરૂદ્ધ નવી ફરીયાદ દાખલ કરાવવાની વાતને બેંકના હેડક્વોર્ટરમાં કાર્યરત વરિષ્ઠ અધિકારીઓએ સાચી ગણાવી છે. કંપની દ્વારા કરવામાં આવેલી છેતરપીંડિમાં કનેરા બેંકના 40 કરોડ રૂપીયા ફસાયેલા છે. ફરીયાદમાં કંપની, તેના ડાયરેક્ટરો અને કેટલાક અન્ય બેંક અધિકારીઓની સંડોવણી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કંપની વિરૂદ્ધ સીબીઆઈમાં ફરીયાદ કોલકત્તાના એક બેંક અધિકારીએ નોંધાવી છે.

કેનેરા બેંક આઈડીબીઆઈ બેંકના નેતૃત્વ વાળા એ કંસોર્ટિયમનો ભાગ છે જેણે કંપનીને લોન આપેલી છે. લેણદારોના લીસ્ટમાં અલાહબાદ બેંક, સેંટ્રલ બેંક ઓફ ઈંડિયા, ઓરિએંટલ બેંક ઓફ કોમર્સ, યૂનિયન બેંક ઓફ ઇંડિયા, સ્ટેટ બેંક ઓફ ઇંડિયા સીવાય પ્રાઈવેટ સેક્ટરની ફેડરલ બેંકનો પણ સમાવેશ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]