કઇ રીતે કાનૂની લડતમાં સાયરસ મિસ્ત્રી ટાટા સામે જીત્યા?

નવી દિલ્હીઃ નેશનલ કંપની લો એપલેટ ટ્રીબ્યૂનલે સાયરસ મિસ્ત્રીને ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના એક્ઝિક્યૂટીવ ચેરમેનના પદ પર રિઝ્યુમ કરી દિધા છે. ટ્રીબ્યૂનલે કંપનીના 100 વર્ષ જૂના કાયદાને અવગણતા કહ્યું કે ટાટા સન્સના એક્ઝિકયુટિવ ચેરમેન પર પર મિસ્ત્રીને પાછા લાવવાનો આદેશ ચાર સપ્તાહ બાદ લાગૂ થશે. ત્રણ વર્ષ પહેલા મિસ્ત્રીને આ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. એનસીએલએટીએ પોતાના 172 પેજના આદેશમાં કહ્યું કે, ઓક્ટોબર 2016 માં મિસ્ત્રીને દૂર કરવાનો ટાટા સન્સનો નિર્ણય ગેરકાયદેસર હતો. 1868 માં ટાટાની સ્થાપના બાદ આ પ્રથમ વાર એવું બન્યું છે કે જ્યારે કંપનીએ પોતાના કોઈ નિર્ણય પર આ પ્રકારની કાયદાકીય હારનો સામનો કરવો પડ્યો હોય. આવો જાણીએ કેટલીક મહત્વની વાતો.

ટાટા સન્સે સાયરસ મિસ્ત્રીને 24 ઓક્ટોબર 2016ના રોજ ટાટા સન્સના બોર્ડમાંથી દૂર કર્યા હતા. કંપનીએ મિસ્ત્રીની જગ્યાએ એન ચંદ્રશેખરનને એક્ઝિક્યૂટિવ ચેરમેન બનાવી દીધા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આવું તેમના નોન-પર્ફોર્મન્સના કારણે કરવામાં આવ્યું છે. ત્યારબાદથી તેઓ ટાટા ગ્રુપ સામે કાયદાકીય લડાઈ લડી રહ્યા હતા.

મિસ્ત્રી અને તેમના મોટા ભાઈ શાપૂરની તેમની ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ દ્વારા ટાટા સન્સમાં 18.4 ટકા સ્ટોક છે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટનો 66 ટકા જેટલો ભાગ છે. 2017-18 માં ટાટા ગ્રુપની કંપનીઓની કુલ રેવન્યૂ 110.7 અબજ ડોલર હતી.

એનસીએલએટીએ સ્પષ્ટ કહ્યું આ આર્ટિકલનો ઉપયોગ સાયરસ મિસ્ત્રી, તેમની કંપનીઓ અને બીજા માઈનોરિટી શેરહોલ્ડર્સ પર ન કરી શકાય. આ પ્રકારની શક્તિનો ઉપયોગ અપવાદપૂર્ણ પરિસ્થિતિઓમાં અથવા તો કંપનીના હિતમાં કરી શકાય. જો કે, આ શક્તિના ઉપયોગ પહેલા લેખિતમાં કારણ દર્શાવવા પડે.

આ આદેશે ટાટા સન્સને પબ્લિક કંપનીથી પ્રાઈવેટ કંપનીમાં બદલવાનો નિર્ણય પણ ફગાવી દેવામાં આવ્યો અને કહ્યું કે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ તરફ ઉઠાવવામાં આવેલું પગલું કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 14નું ઉલ્લંઘન કરે છે. એનસીએલએટીએ કહ્યું કે આ કન્વર્ઝન માઈનોરિટી મેમ્બર્સ અને ડિપોઝિટ્સના હિતો વિરુદ્ધ હતું. એનસીએલએટીએ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝને નિર્દેશ પણ આપવામાં આવ્યો કે તેઓ પોતાના રેકોર્ડને સુધારે અને ટાટા સન્સને પ્રાઈવેટ કંપનીની જગ્યાએ પબ્લિક કંપની બતાવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]